શાહરૂખ ખાને અનુષ્કાની કરી પ્રશંસા તો કટરિના થઇ ગઇ નારાજ પછી….
બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરૂખ ખાનની દોસ્તી ઘણી વખણાય છે. હંમેશા એના વ્યવહારની પ્રશંસા કરવામાં આવે છે. એમ કહેવાય છએ કે શાહરૂખ ક્યારેય કોઇને નિરાશ નથી કરતો. તે બધા સાથે રિસ્પેક્ટથી વાતો કરે છે. એ કોઇને અપસેટ થવાનો મોકો નથી આપતો.વગેરે વગેરે, પણ હાલમાં જ એવું કંઇક થયું કે કટરિના કૈફ એનાથી ઘણી નારાજ થઇ ગઇ હતી. ચાલો તમને વિગતે આ બાબત જણાવીએ.
કટરિનાએ એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે એક વાર તેણે મારા એકદમ સૌમ્ય રીતે વખામ કર્યા હતા અને તે જ સમયે એન્ય અભિનેત્રી વિશે તારીઓના પુલ બાંધ્યા હતા, જેના કારણે મને ઘણું જ દુઃખ થયું હતું.
કેટરીનાએ યશ ચોપરાની ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં શાહરૂખ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ સેકન્ડ લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં તેમના રોમાન્સની ઘણી ચર્ચા થઇ હતી. આ ફિલ્મમાં પહેલી વાર શાહરૂખે કોઇ અભિનેત્રી સાથે લિપ-લૉક કર્યો હતો. બંનેની જોડી પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. આમ છતાં ઇન્ટવ્યુમાં શાહરૂખ ખાને કટરિનાની પ્રશંસામાં કંઇ વધુ નહોતું કહ્યું. અભિનેત્રીને આ વાત પસંદ નહોતી આવી.
એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને અનુષ્કા શર્માના ઘણા જ વખાણ કર્યા હતા, પરંતુ કટરિના કૈફ માટે માત્ર બે-ચાર શબ્દોમાં જ વાત પૂરી દીધી હતી. કટરિનાને આ વાત જરાય પસંદ નહોતી આવી. આ વિશે પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું હતું કે શાહરૂખે મારી પ્રશંસા કરવામાં માંડ બે-ચાર શબ્દોનો ઉપયોગ કર્યો, જેમાં ના તો અભિનય વિશે કે દેખાવ વિશે કે પ્રતિભા વિશે એક શબ્દ હતો, પણ એ જ સમયે અનુષ્કાની પ્રશંસાના પુલો બાંધી દીધા હતા.
આ સાંભળ્યા બાદ શાહરૂખને પોતાની ભૂલ સમજાઇ હતી અને તેણે તુરંત ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. શાહરૂખે જણાવ્યું હતું કે કટરિના સાથે કામ કરવું એ બે દાયકાની તેની કારકિર્દીમાં અદભૂત અને તદ્દન નોખો અનુભવ હતો. જોકે, કટરિનાએ તેની પ્રશંસાને સાંભળી ના સાંભળી કરી નાખી હતી અને શાહરૂખ ખાસિયાણો પડી ગયો હતો.