નેશનલમનોરંજન

રશ્મિકા બાદ હવે કેટરીના કૈફના વાયરલ deepfake ફોટોથી ખળભળાટ..

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આઘાતમાં લાવી દેનારા રશ્મિકા મંદાનાના deepfake વીડિયો બાદ હવે કેટરીના કૈફનો ટાઇગર-3નો ટાવલ ફાઇટ સીનને મોર્ફ કરીને ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવ્યો છે. મૂળ તસવીરમાં કેટરીના ટુવાલ પહેરેલી હોલીવુડની સ્ટંટવુમન સામે લડી રહી છે અને મોર્ફ કરેલી તસવીરમાં તેને વધુ બોલ્ડ રીતે ટુવાલને બદલે અંડરગાર્મેન્ટ્સ પહેરેલી દેખાડાઇ છે. જો કે તસવીર જોતા જ ખ્યાલ આવી જાય છે કે AI ટુલ્સ વાપરીને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે અને મૂળ તસવીર કરતા તેમાં હાવભાવ બદલીને વિકૃત રીતે રજૂ કરવામાં આવી છે.

આ તસવીર વાયરલ થતાં જ X પર યુઝર્સ તેનું અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે શેર કરતા લખ્યું, “deepfake ફોટો ખરેખર શરમજનક છે. AI એ એક સરસ સાધન છે પરંતુ તેના દુરૂપયોગ વડે મહિલાઓની આબરુ સાથે છેડછાડ કરવી એ સીધો ફોજદારી ગુનો બને છે.” અન્ય એક યુઝરે લખ્યું, “AI ટેકનોલોજી દિવસેને દિવસે ખતરનાક બનતી જાય છે, મારે ચેતવું પડશે.” અનેક યુઝર્સે ટેકનોલોજીના આવા ઉપયોગ સામે નારાજગી વ્યક્ત કરી છે અને મહિલાઓ માટે આ પ્રકારની ઘટનાઓ ચેતવણી સમાન હોવાનું જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે પણ આ મામલે નોંધ લેતા કાયદાકીય જોગવાઇઓ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એડવાઇઝરી જાહેર કરી હતી. આઇટી વિભાગના નિયમો અનુસાર કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી સોશિયલ મીડિયા સાઇટ્સની છે. જે કોઇ વ્યક્તિ આવા કેસમાં દોષિત સાબિત થાય તેને એકથી 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઇ છે તેવું સરકારે એડવાઇઝરીમાં જણાવ્યું હતુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button