પ્રયાગરાજ બાદ આ ક્યાં દર્શન કરવા પહોંચ્યા Mukesh Ambani, ફોટો થયા વાઈરલ…

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં કરવામાં આવે છે. ધનવાન હોવાની સાથે સાથે મુકેશ અંબાણી સહિત આખો પરિવાર ભગવાનમાં પણ ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેઓ અવારનવાર કોઈને કોઈ મંદિરોમાં દર્શને પહોંચતા હોય છે. હાલમાં જ પરિવાર સાથે પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં હાજરી આપ્યા બાદ હવે મુકેશ અંબાણી ગુવાહાટીના જાણીતા મંદિરમાં દર્શને પહોંચ્યા હતા. એ સમયના તેના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
દેશના સૌથી અમીર ઈન્સાન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ગુવાહાટીના કામખ્યા દેવીના દર્શને પહેંચ્યા હતા. વાત જાણે એમ છે કે આસામમાં આયોજિત એક સમિટમાં ભાગ લેવા પહોંચેલા મુકેશ અંબાણીએ કામખ્યા દેવીના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. સમિટમાં આસામ માટે 50,000 કરોડનું રોકાણ કરતાં મુકેશ અંબાણીએ માતા કામખ્યા દેવીના આશિર્વાદ માંગ્યા હતા.
આ પણ વાંચો…બરફના પહાડોમાં આ શું કરતી જોવા મળી બી-ટાઉનની હસીન બેબ?
સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીના મંદિરની મુલાકાત લેતા અને પૂજા-અર્ચના કરતાં વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. મુકેશ અંબાણીએ માતાના દર્શન કર્યા બાદ વિધિવત પૂજા કરી હતી. આ ઉપરાંત તેમણે મંદિરમાં ધ્યાન પણ લગાવ્યું હતું.
અહીંયા તમારી જાણ માટે કે ગુવાહાટીના કામખ્યા દેવી મંદિર માટે મુકેશ અંબાણી સહિત આખા અંબાણી પરિવારની ખાસ અસ્થા છે. આ પહેલાં ગયા વર્ષે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) કામખ્યા દેવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુવાહાટી સ્થિત કામખ્યા દેવીને સમર્પિત મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે. તમે પણ આ વાઈરલ વીડિયો અને ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
અંબાણી પરિવારનો દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે જ સાદગી અને સિમ્પલિસિટી માટે લાઈમલાઈટમાં રહે છે અને દર થોડા સમયે તેમના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે.