દિશા પટણી દેખાઈ ન્યૂ યોર્કમાંઃ યુપીના ઘર પર ફાયરિંગ કરનારાને આ રીતે આપ્યો જવાબ, જૂઓ વીડિયો

અભિનેત્રી દિશા પટણી આજકાલ તેનાં ઉત્તર પ્રદેશના ઘર પર થેયલા ફાયરિંગને લીધે લાઈમલાઈટમાં છે. યુપીના રાયબરેલીમાં દિશાના ઘર પર ફાયરિંગ થયાની ઘટનાના ત્રણ દિવસ બાદ અભિનેત્રી ન્યૂ યોર્કમાં પાપારાઝીને પોઝ આપતા દેખાઈ ત્યારે લાગી રહ્યું છે ફાયરિંગ કરનારાઓએ દિશાએ આ રીતે સંદેશો આપ્યો હશે કે અમે ડરતા નથી.
દિશાની બહેન ખુશ્બુએ કથિત રીતે આચાર્ય પ્રમાનંદ અને અનિરુદ્ધ પર ટીપિપણી કરતા આમ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ પણ આવ્યો હતો. લિવ ઈન રિલેશનશિપ અને મલ્ટિપલ રિલેશનશિપ વિશે કમેન્ટ્સ કરી હોવાની વાત બહાર આવી હતી. દિશાની બહેન ખુશ્બુએ પછીથી જણાવ્યું પણ હતું કે તેણે પ્રેમાંનદ મહારાજ નહીં પણ અનિરૂદ્ધ આચાર્ય વિશે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું.
આ ઘટના બાદ દિશા પહેલીવાર જોવા મળી અને તે પણ ન્યૂ યોર્કમાં તેણે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો.
દિશા પટણી કેલ્વિન ક્લેઈનની બ્રાન્ડ એમ્બેસેડર છે. તે બેકલેસ બોડીકોન બ્લેક ગાઉનમાં પ્લંગિંગ નેકલાઇન સાથે જોવા મળી હતી. ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે દિશા એલિગન્ટ લાગતી હતી.
આ પણ વાંચો…અચાનક થયેલા ગોળીબારથી સ્તબ્ધ દિશા પટણીના પરિવારની આવી પહેલી પ્રતિક્રિયા, કહ્યું કે…