કેટરીનાના પ્રેમમાં પડ્યા બાદ વિકીએ સૌથી પહેલા કોને કરી હતી જાણ ?
વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમીલી’ના પ્રમોશનમાં બીઝી છે. ત્યારે વિકી કૌશલે એક ઇન્ટરવ્યૂમાં તેની અને કેટરીનાની રિલેશનશીપને લઇને ખુલાસો કર્યો હતો કે કઇરીતે તેણે તેના પરિવારજનોને આ વાત જણાવી હતી.
વિકીએ કહ્યું હતું કે તેણે સૌથી પહેલા તેના માતાપિતાને જણાવ્યું હતું કે તે અને કેટરીના ડેટિંગ કરી રહ્યા છે. તેણે એમ પણ કહ્યું હતું કે પરિવારના લોકો ખૂબ જ ‘કૂલ’ છે અને કોઇ તેમને ફેમીલી પ્લાનિંગ માટે દબાણ નથી કરતું.
“મેં સૌથી પહેલા મારા અને કેટરીના વિશે મારી માતાને કહ્યું હતું. અને પછી પિતાને જાણ કરી હતી.” વિકીએ જણાવ્યું. ઇન્ટરવ્યૂ લેનારે વળી વિકીને સવાલ કર્યો કે શું તેમણે આ વાત પર ભરોસો કર્યો? શું તેમને બાકીની વિગતો સોશિયલ મીડિયા પરથી જાણવા મળી? તેના જવાબમાં વિકીએ કહ્યું કે એટલા પણ ખરાબ દિવસો નહોતા ચાલી રહ્યા કે તેમને સોશિયલ મીડિયા પરથી ખબર પડે, મેં જ્યારે તેમને કહ્યું ત્યારે તેમણે મારી વાત માની લીધી હતી. અમારા લગ્ન 2021માં થયા હતા પરંતુ હજુસુધી કોઇએ અમને ફેમીલી પ્લાનિંગ વિશે દબાણ કર્યું નથી. મારા પરિવારમાં બધા કૂલ છે.