‘ગહેરાઇયા’ કર્યા બાદ લોકો મને દગાખોર સમજવા લાગ્યા હતા: સિદ્ધાંત ચતુર્વેદી
બોલીવુડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીની લેટેસ્ટ નેટફ્લિક્સ રિલીઝ ‘ખો ગયે હમ કહાં’ના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. ફિલ્મમાં તેમના પાત્રની પણ ખૂબ પ્રશંસા થઇ રહી છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં સિદ્ધાંતે અભિનયકળા અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. ‘ગલીબોય’, ‘બંટી ઓર બબલી-2’, ‘ફોન બૂથ’, ‘ગહેરાઇયાં’ જેવી ફિલ્મોમાં કામ કરીને સિદ્ધાંતે બોલીવુડમાં નામના મેળવી છે.
સિદ્ધાંત ચતુર્વેદીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકોએ સૌથી વધુ તેના વખાણ ‘ગહેરાઇયાં’માં કર્યા હતા. એ પછી લોકોએ તેને દગાખોર પણ ગણાવ્યો હતો. “મેં એક મહિના સુધી ગહેરાઇયાંનું શૂટિંગ કર્યું હતું, તે દરમિયાન હું જાણે કોઇ અલગ જ વ્યક્તિ બની ગયો હતો. મારી આસપાસ જે લોકો ઉપસ્થિત હતા તેમણે અનુભવ્યું હતું કે હું જે રીતે હરતો-ફરતો, ઉઠતો-બેસતો, મારું ખાવા-પીવાનું પણ અલગ પ્રકારે થઇ ગયું હતું.”
“હું બદલાઇ રહ્યો હતો અને મારી અંદર આવી રહેલા ફેરફારોનો મને અંદાજો જ નહોતો. લોકોએ મને કહેવાનું શરૂ કરી દીધું હતું કે હું અલગ વ્યક્તિ બની રહ્યો છું. પરંતુ મને ખ્યાલ હતો કે એકવાર જ્યારે ફિલ્મ રિલીઝ થશે પછી લોકોને મારા પાત્રમાં ઘણી સારપ પણ જોવા મળશે.” તેવું સિદ્ધાંતે ઉમેર્યું હતું.