મનોરંજન

TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક લોકપ્રિય ટીવી સિરીયલ છે 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરતી આવી છે. હવે આ ટીવી સિરીયલમાં એક મહત્ત્વનો રોલ કરનાર એક્ટ્રેસના શો છોડવાની માહિતી સામે આવી રહી છે. આ કેરેક્ટર શોના મેન કેરેક્ટર જેઠાલાલની ખૂબ જ નજીક છે અને તેના શો છોડવા પાછળ સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો બિગ બોસ કારણભૂત છે એવી ચર્ચા પણ થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કોણ છે આ કેરેક્ટર…

After Dayaben in TMKOC, will this special character also leave Jethalal? Salman Khan is the reason...
Image Source : ABP News

મળતી માહિતી અનુસાર આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ મુનમુન દત્તા છે. મુનમુન દત્તા છેલ્લાં 17 વર્ષથી આ શો સાથે સંકળાયેલી છે અને તે આ સિરીયલમાં બબીતાજીનો રોલ કરે છે. હવે ચર્ચા થઈ રહી છે કે એક્ટ્રેસ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ -19માં જોવા મળશે. આ પહેલાં પણ અનેક વખત તેને આ શો ઓફર કરવામાં આવ્યો છે, પણ દર વખતે તેણે શોમાં જવાનો ઈનકાર કર્યો હતો. આ વખતે પણ મુનમુન દત્તાને બિગ બોસના મેકર્સે કોન્ટેક્ટ કર્યો છે.

રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વખતે મુનમુન બિગ બોસમાં ભાગ લઈ શરકે છે. મુનમુન બિગ બોસમાં જોવા મળશે એ જોઈને ફેન્સ તો ઉત્સાહમાં છે અને તેઓ એને શોમાં જોવા ઉત્સુક છે. જો મુનમુને બિગ બોસની ઓફર એક્સેપ્ટ કરી હશે તો તેણે લોકપ્રિય ટીવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને બાય બાય કરવું પડશે. આ કારણે ફેન્સમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

તારક મહેતા કા સિરીયલમાં દર્શકોને બબીતાજી અને જેઠાલાલ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં જો મુનમુન બિગ બોસમાં જશે તો દયા બાદ બબીતાજીના સહારે જીવનમાં ખુશ રહેતાં જેઠાલાલ બબીતાજીની એક્ઝિટ બાદ એકલા પડી જશે.

આપણ વાંચો:  કન્નડ ભાષાના વિવાદ વચ્ચે કમલ હસનની ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી

જોકે, હજી સુધી મુનમુન કે તેની ટીમ દ્વારા સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસની ઓફર સ્વીકારી છે કે નહીં એ અંગે મૌન સેવ્યું છે. એક્ટ્રેસે આ મામલે ઓફિશિયલી કોઈ સ્પષ્ટતા કરી નથી. હવે જોવાની વાત એ છે કે મુનમુન બિગ બોસમાં જોવા મળશે કે તારક મહેતાના માધ્યમથી જ દર્શકોનું મનોરંજ કરતી જોવા મળશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button