મનોરંજન

‘બિગ બૉસ’ બાદ હવે આ રિયાલિટી શોમાં પોતાનો જાદુ વિખેરશે Orry

મુંબઈ: ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ની સાતમી સિઝન એટલે કે ‘ડાન્સ પ્લસ પ્રો’ (Dance + Pro) શરૂઆત થઈ ગઈ છે. આ શોમાં જજ રેમો ડીસુઝાની સાથે ડાન્સ કેપ્ટન શક્તિ મોહન, પુનિત પાઠક અને રાહુલ શેટ્ટી જેવા ડાન્સ ગુરુઓને લીધે આ શો જોવાની દર્શકોને મજા આવે છે. તેમ જ દર્શકોના ઉત્સાહમાં વધારો કરવા સોશિયલ મીડિયા સેલેબ્રિટી ઑરીની પણ એન્ટ્રી થવાની છે.

‘ડાન્સ પ્લસ પ્રો’ની આ નવી સિઝનમાં તમને ભારતના એકથી એક ટેલેન્ટેડ સ્પર્ધકો, જજ અને ડાન્સ કેપ્ટન તમને દરેક એપિસોડમાં ભરપૂર મનોરંજન આપવાની સાથે તમને સરપ્રાઇઝ કરવાનો એક પણ ચાન્સ નથી મુક્તા. આ ડાન્સ રિયાલિટી શોમાં હવે શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ, જજ અને કેપ્ટનની મસ્તી સાથે હવે ઑરી પણ સ્ટેજ પર ધમાલ મચાવતો જોવા મળવાનો છે.


આ શોમાં પોતાનો જાદુ ઑરી કઈ રીતે ચલાવે છે એ બાબત દર્શકોને એક શાનદાર મનોરંજન પૂરું પાડશે. ઑરી તેના અજબ ગજબ પહેરવેશ, મોબાઇલ કવર અને તેની વાતોને લીધે સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. ઑરી થોડા સમય પહેલા તે ‘બિગ બૉસ’માં પણ આવ્યો હતો. આ શો દરમિયાન તેની સલમાન ખાન સાથેની વાતો લોકોને ખૂબ જ ગમી હતી.


સોશિયલ મીડિયા પર ઑરીના ચાર્મને લીધે તમે હવે ઑરીને ‘ડાન્સ પ્લસ પ્રો’માં જોવાનું મિસ ના કરી શકો. ‘ડાન્સ પ્લસ પ્રો’ શો સાંજે છ વાગ્યે સ્ટાર પ્લસ આ ચેનલ પર ટેલિકાસ્ટ થાય છે, અને આ શો ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર પણ શનિવાર અને રવિવારે તમે જોઈ શકો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions Nita Ambani: Stuns in Printed Saree with Mukesh & Kokilaben Ambani