મનોરંજન

દસ ફ્લૉપ ફિલ્મ બાદ રાજકુમાર રાવની ફિલ્મે બૉક્સ ઓફિસ પર કરી કમાણી


રાજકુમાર રાવ (Rajkumar Rao)ની ફિલ્મ શ્રીકાંત (Shrikant) બોક્સ ઓફિસ પર જોર પકડી રહી છે. આ ફિલ્મ 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ચાર દિવસમાં તેનું કલેક્શન 13.45 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે ખાસ કોઈ શોરબકોર વિના આવેલી ફિલ્મએ પહેલા અઠવાડિયામાં સારો બિઝનેસ કર્યો છે અને હજુ ફિલ્મ સારું કમાશે તેમ માનવામાં આવે છે. સ્ત્રી (stri) ફિલ્મની સફળતા બાદ રાજકુમાર રાવની એક પણ સફળ ફિલ્મ આવી ન હતી. તેણે એક પછી એક એમ લગભગ દસેક ફ્લૉપ ફિલ્મો આપી હતી.

પહેલા દિવસે આ ફિલ્મે રૂ. 2.25 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. ફિલ્મનું બીજા દિવસે 4.2 કરોડનું કલેક્શન હતું. શ્રીકાંતએ ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી કરી હતી, આ દિવસે ફિલ્મનું કલેક્શન 5.25 કરોડ અને ચોથા દિવસે 1.75 કરોડ હતું.

આ ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ અંદાજે 1000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને માત્ર ચાર દિવસમાં ફિલ્મે 13.45 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આગામી સપ્તાહમાં શ્રીકાંતનું બોક્સ ઓફિસ કલેક્શન ઝડપથી વધવાની ધારણા છે. જો આ ફિલ્મ 50 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરે છે તો મેકર્સને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો રાજકુમાર રાવની સાથે આલિયા એફ અને જ્યોતિકા પણ તેમાં મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર હિરાનંદાની દ્વારા કરવામાં આવ્યું છે અને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, નિધિ પરમાર હિરાનંદાની દ્વારા સંયુક્ત રીતે નિર્મિત કરવામાં આવી છે. તેની વાર્તાના લેખકો જગદીપ સિદ્ધુ અને સુમિત પુરોહિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button