બાહુબલિ-3ની એડવાન્સ્ડ બુકિંગ શરૂઃ હજુ બધા કાઉન્ટર ખુલ્યા નથી ત્યાં આટલી કરી નાખી કમાણી | મુંબઈ સમાચાર
મનોરંજન

બાહુબલિ-3ની એડવાન્સ્ડ બુકિંગ શરૂઃ હજુ બધા કાઉન્ટર ખુલ્યા નથી ત્યાં આટલી કરી નાખી કમાણી

અમરેન્દ્ર બાહુબલિ, શિવગામિની, ભલ્લાદેવ જેવા પાત્રો સાથે દસ વર્ષ પહેલા ભારતીય થિયેટરો પર રીતસરની ત્રાટકેલી ફિલ્મ બાહુબલિ ફરી આવી રહી છે. એસએસ રાજમૌલીની આ ફિલ્મનો ત્રીજો ભાગ બાહુબલિ એપિક 31મી ઑક્ટોબરે ગ્લોબલી રિલિઝ થશે. ફિલ્મના પહેલા અને બીજા ભાગે કમાણીના તમામ રેકોર્ડ તોડી નખ્યા છે. ત્યારે ત્રીજા ભાગનું એડવાન્સ્ડ બુકિંગ શરૂ થયાને અમુક કલાકોમાં જ પાંચ કરોડની કમાણી કરી નાખી છે. હજુ તો બુકિગના બધા કાઉન્ટર તો ખૂલ્યા પણ નથી, ત્યાં લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હોવાનુ્ં કહેવાય છે.

બાહુબલિ-3 ફિલ્મની પહેલી બે સિકવન્સને ભેગી કરી બનાવી છે. ફિલ્મ દસ વર્ષ બાદ ફરી આવી રહી છે. જોકે ફિલ્મની સ્ટોરી સૌ કોઈ જાણે છે. ફિલ્મનો પહેલો ભાગ આવ્યો ત્યારે જ લોકોને ગમી ગયો હતો, પરંતુ તેના અંતમાં કટપ્પાને બાહુબલિ કો ક્યો મારા એવો સવાલ અને સસ્પેન્સ મૂકી મેકર્સે કમાલ કરી અને બીજા ભાગને જોવા માટે લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

આ પણ વાંચો : કાંતારાની ધમાલ વચ્ચે ‘ચણિયા ટોળી’નો ડંકો! ૬ દિવસમાં ₹૧૦.૭૩ કરોડ કમાઈને તોડ્યા રેકોર્ડ

પ્રભાસ, રાણા દુગ્ગાબાટી, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, રમૈયા કૃષ્ણન, સત્યરાજ તમામ કલાકારોએ ભારે લોકપ્રિયતા મેળવી હતી. ફિલ્મનું મ્યુઝિક પણ ઘણું લોકપ્રિય નિવડ્યું હતું.

આ ફિલ્મે પેન ઈન્ડિયા ફિલ્મો માટેના દરવાજા ખોલી નાખ્યા. સાઉથની ફિલ્મને એકસાથે હિન્દી સહિત અલગ અલગ ભાષામાં રિલિઝ કરવાનો આ અખતરો ખૂબ જ સફળ રહ્યો અને ત્યારબાદ સાઉથ ઈન્ડસ્ટ્રીએ સમગ્ર દેશમાં અડ્ડો જમાવ્યો છે અને બોલીવૂડને ઝાંખું પાડી દીધું છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને દિવાળીમાં સ્ટાફને આપ્યું આટલું બોનસ અને ખાસ ગિફ્ટ, વીડિયો વાયરલ…

બાહુબલિનું સ્પેશિયલ પ્રિમિયર 30મી ઑક્ટોબરે છે અને વર્લ્ડવાઈડ રિલિઝ 31મી ઑક્ટોબરે છે ત્યારે જોવાનું કે આ અખતરો કેટલી કમાણી કરે છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button