13 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બ્રેકઅપ બાદ એક્ટરના જીવનમાં થઈ લેડલવની એન્ટ્રી? પોસ્ટ વાઈરલ થતાં…

બોલીવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર ફરી એક વખત પોતાની લવ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે અને હવે નવા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો આદિત્ય રોય કપૂરના જીવનમાં નવી લેડલવની એન્ટ્રી થઈ છે. જી હા, વાત જાણે એમ છે કે આદિત્ય રોય- કપૂરે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટો શેર કર્યા હતા અને આ ફોટોમાં આદિત્ય સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી રહી છે, અને બસ ત્યારથી જ ફેન્સ આદિત્યના અફેયરની અટકળો લગાવી રહ્યા છે.
આદિત્ય રોય-કપૂરને લઈને એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે એક્ટર હવે ગોવાની મોડેલ જ્યોર્જિના ડિસિલ્વાને ડેટ કરી રહ્યો છે. જોકે, હજી સુધી એક્ટરે આ વાતને લઈને ખુલાસો નથી કર્યો. પણ ડેટિંગની ચર્ચા વચ્ચે આદિત્યએ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટો શેર કરીને એ વાતની હિન્ટ આપી છે કે તે પ્રેમની શોધ કરવા માટે સેલિબ્રિટી ડેટિંગ એપ રાયાનો ઉપયોગ કરી રહ્યો છે.
એક ઈન્ટરવ્યુમાં આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાને મોટા શહેરોમાં પ્રેમ શોધવા વિશે પોતાની રાય આપી છે. જ્યારે સારા અને આદિત્યને ડેટિંગ એપના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું તો સારાએ તરત જ ના પાડી દીધી હતી, પણ આદિત્યએ એવો જવાબ આપ્યો હતો કે જેના પરથી ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે તે ડેટિંગ એપનો ઉપયોગ કરી ચૂક્યો છે.
આદિત્યએ ડેટિંગ એપ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ડેટિંગ એપ્સ તો અલગ વસ્તુ છે. જ્યારે એને રાયા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હા એ તો છે જ ને. જેને આદિત્યને પૂછવામાં આવ્યું કે શું તેણે આ એપનો ઉપયોગ કર્યો છે તો જવાબ આપવાનું ટાળતા તેણે જણાવ્યું કે આ વિશે કટ પછી વાત કરીશું. આ સાંભળીને સારા હસી પડી હતી.

હવે આદિત્યએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા વેકેશનના ફોટોમાં એક મિસ્ટ્ર ગર્લનો હાથ દેખાઈ રહ્યો છે. જેના પરથી ફેન્સ એવી અટકળ લગાવી રહ્યા છે કે આદિત્યના જીવનમાં પ્રેમની એન્ટ્રી થઈ ગઈ છે. અહીંયા તમારી જાણ માટે કે આદિત્યનું નામ આ પહેલાં અનન્યા પાંડે સાથે જોડાઈ ચૂક્યું છે. પણ આદિત્ય અને અનન્યાએ પોતાની રિલેશનશિપને લઈને ક્યારેય ખુલીને કંઈ કહ્યું નથી.
અનન્યા સાથેના બ્રેકઅપ બાદ આદિત્ય હવે ગોવાની મોડેલ જ્યોર્જિના ડિસિલ્વા સાથે જોડાઈ રહ્યું છે. હવે બંનેના સંબંધોનું સત્ય શું છે એ તો તેઓ જ કહી શકશે, પણ પેન્સે કોઈ ક્યાં રોકી શકે છે? આદિત્યના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે તમે પણ ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો : Ananya Pandey સાથેના Breakupને લઈને આ શું બોલ્યો Aaditya Roy Kapoor?