ક્યાં Aditi Rao Haiderનો ગજગામીની વૉક અને ક્યાં Rajkumar Raoની કઢંગી ચાલ
સંજય લીલા ભણસાલીની વેબ સિરિઝ હીરામંડી અને રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત હાલમાં ચર્ચામાં છે. આ સાથે રાજકુમાર રાવ અને જહ્વાનવી કપૂરની આવનારી ફિલ્મ મિ. એન્ડ મિસિસ માહી પણ ચર્ચામાં છે. આ ફિલ્મ માટે બન્ને મહેનત કરી રહ્યા છે અને પ્રમોશન માટે અવનવા ગતકડાં પણ કરે છે. જોકે ક્યારેક તેમાં ઉલટું પણ પડતું હોય છે.
હાલમાં જ જાહ્નવીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં બન્ને ક્રિકેટ રમતા હોય છે અને અચાનક રાજકુમાર મસ્તી કરવા કઢંગી ચાલ ચાલતો હોય છે. આ ચાલના વીડિયો સાથે જાહ્નવીએ હીરામંડીનું મ્યુઝિક શેર કર્યું છે અને ગજગામીનીની ચાલ ચાલતો હોય તેની પોસ્ટ મૂકી છે, પણ ચાલ એટલી હદે ખરાબ છે કે રમૂજ ઊભી થવાને બદલે ઉબકા આવી જાય છે.
તો બીજી બાજુ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલી અદિતીએ દરિયા કિનારે ફરવા ગઈ ત્યારે આ ચાલ ચાલીને બતાવી હતી કે વીડિયો પોસ્ટ કર્યો હતો. એ ચાલમાં જે નજાકત અને ગ્રેસ છે તે જોવો ગમે તેવો છે. હીરાંમંડીમાં અદિતીએ આ વૉક કરી સૌને મોહીત કર્યા છે.
ઘણીવાર સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી માત્ર લાઈક્સ મેળવવા ગમે તે પોસ્ટ કરી દેતા હોય છે, પરંતુ લોકો તેને બરાબર ટ્રોલ કરી નાખે છે. રાજકુમાર એક પ્રતીભાશાળી અભિનેતા છે આથી તેને આ રીતે જોવો ફેન્સને ઓછો ગમશે.