મનોરંજન

એક સમયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી ચૂકી છે આ એક્ટ્રેસ અને હવે…

ટીવી એક્ટ્રેસ જાસ્મીન ભાસીન (Jasmin Bhasin) આજે ભલે ખાસ કોઈ વિશેષ પરિચયની મોહતાજ નથી પણ એક સમયે એવો પણ હતો કે જ્યારે તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ખુદ જાસ્મીને એક રિયાલિટી ટીવી શો પર આ વાતનો ખુલાસો કર્યો હતો. ચાલો જાણીએ આખરે એવી તો કઈ મજબૂરી હતી કે જાસ્મીનને આત્મહત્યાનો પ્રયાસ કરવનો વારો આવ્યો હતો-

This actress has tried to commit suicide once and now...

જાસ્મીન ભાસિન પોતાની પ્રોફેશન લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ લેન્સ પહેરવાને કારણે એક્ટ્રેસની આંખને નુકસાન પહોંચ્યું હતું અને એને કારણે તે લાઈમ લાઈટમાં આવી હતી. આ સિવાય તેના બોયફ્રેન્ડ અને ટીવી એક્ટર અલી ગોની (Aly Goni) સાથે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી. પરંતુ બાદમાં એક્ટ્રેસે આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીને બંને સાથે હોઈ તેમની વચ્ચે બધું બરાબર હોવાનું જણાવ્યું હતું.

જોકે, આ બધા વચ્ચે હાલમાં જાસ્મીનની એક જૂની ક્લિપ વાઈરલ થઈ રહી છે જેમાં તેણે કહ્યું હતું કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેને આત્મહત્યા કરવામાં વિચારો આવતા હતા અને તેણે એવું કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ક્લિપ રોહિત શેટ્ટીના રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડીની હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : જાણીતી ટીવી એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુઃખનો ડુંગર, નાની વયે થયું દીકરીનું નિધન…

જાસ્મીને ખતરો કે ખિલાડીની નવમી સીઝનમાં ભાગ લીધો હતો અને એ સમયે તેણે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સતત મળી રહેલાં રિજેકશનથી કંટાળીને તેણે આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો હતો. જોકે, હવે તેને આ પગલું તેના જીવનની સૌથી મોટી ભૂલ લાગી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાસ્મીને ટીવી શો ટશન એ ઈશ્કમાં ટ્વિંકલ તનેજાનો રોલ નિભાવીને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. આ રોલમાં લોકોએ તેને ખૂબ જ પસંદ કરી હતી અને એના માટે તેને બેસ્ટ ડેબ્યુ ફિમેલનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ તેણે અને ટીવી સિરિયલોમાં નાના મોટા રોલ કર્યા હતા. આ સિવાય તેણે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. એ સમયે પણ લોકોને તેની અને અલીની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button