‘તિરચી ટોપીવાલે’ ગીતવાળી અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ માટે મમ્મીએ થપ્પડ મારી હતી, કોણ હતી?

આ લોકપ્રિય બોલીવુડની અભિનેત્રી તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી હતી. જોકે, એક સમયે આ જ સ્ટાઇલને કારણે તેના માટે મુશ્કેલી ઊભી થઇ હતી. સોનમ ખાને ફિલ્મ વિજયથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ઋષિ કપૂર, રાજેશ ખન્ના, હેમા માલિની જેવા કલાકારો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો - આ જાણીતી ટીવી એક્ટ્રેસનું નામ એડલ્ટ સાઈટ પર થયું પોપ અને… શેર કર્યો ડરામણો અનુભવ…
સોનમ ખાનને તેના ગીત “તિર્ચી ટોપીવાલે”થી ઘણી લોકપ્રિયતા મળી હતી. તે વખતે આ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું અને સોનમ પણ પ્રખ્યાત થઇ ગઈ હતી. સોનમ ખાને જણાવ્યું કે એક વખત તેના ગ્લેમરસ ફોટોશૂટને કારણે તેના માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં, તેનો ગ્લેમરસ ફોટોશૂટ જોયા પછી તેની માતાએ તેને થપ્પડ મારી દીધી હતી.

તેની માતાને લાગ્યું કે સોનમે કપડાં વગર ફોટોશૂટ કરાવ્યું છે. પરંતુ અભિનેત્રીએ સ્કિન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. પરંતુ ઘાસને કારણે તેનો ડ્રેસ દેખાતો નહોતો. તસવીરો જોઈને સોનમની માતા એક મેગેઝિન લાવી અને તેને જોરથી થપ્પડ મારી. ત્યારબાદ તેણે મેગેઝિન ફાડી નાખ્યું હતું.
