આમચી મુંબઈમનોરંજન

‘પંડયા સ્ટોર’ ફેમ અભિનેત્રી સાથે લાલબાગના મંડપની બાઉન્સરે કરી ગેરવર્તણૂક

સોશિયલ મીડિયા પર વ્યકત કરી નારાજગી

‘પંડ્યા સ્ટોર’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવા ટીવી શોથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સિમરન બુધરૂપે આરોપ લગાવ્યો છે કે તાજેતરમાં મુંબઈમાં લાલબાગચા રાજામાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

સિમરન બુધરૂપ જ્યારે ગણપતિજીના દર્શન માટે પહોંચી ત્યારે પંડાલમાં હાજર મહિલા બાઉન્સરે તેની માતા અને તેની સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું.

મળતી માહિતી મુજબ અભિનેત્રી સિમરન બુધરુપ તેની માતા સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા લાલબાગચા રાજાના પંડાલમાં ગઈ હતી. એ સમયે ત્યાં, ભીડનું સંચાલન કરતી કેટલીક મહિલા બાઉન્સરે તેની અને તેની માતા સાથે ગેરવર્તન કર્યું હતું, એવો અભિનેત્રીએ આક્ષેપ કર્યો હતો. અભિનેત્રી સાથેના આ ગેરવર્તણૂકનો વીડિયો તેણે પોતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે સિમરને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપતા આ ઘટનાને નિરાશાજનક ગણાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકો સિમરનને આ આખી ઘટનાને હળવાશપૂર્વક લવાનું કહી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આટલા બધા લોકોને સંચાલિત કરતા ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય છે, પણ એને શાંતિથી હેન્ડલ કરવી જોઇએ.

વીડિયો શેર કરતાં સિમરને લખ્યું હતું કે, ‘હું મારી માતા સાથે લાલબાગ ચા રાજાના આશીર્વાદ લેવા ગઈ હતી, પરંતુ ત્યાંના સ્ટાફના અસભ્ય અને અસ્વીકાર્ય વર્તનને કારણે અમારો અનુભવ બગડી ગયો હતો. મારી માતા જ્યારે તસવીર લઇ રહી હતી ત્યારે એક જણે મારી માતાનો ફોન છીનવી લીધો હતો. જ્યારે મેં આનો વિરોધ કર્યો તો મને પણ ધક્કો મારવામાં આવ્યો હતો.

જ્યારે મેં તેમની આ વર્તણૂકને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ મારો ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે હું એક અભિનેત્રી છું ત્યારે જ તેઓ શાંત પડ્યા.

સિમરને એમ પણ લખ્યું હતું કે, લોકો બાપ્પાના આશીર્વાદ મેળવવાના સારા ઇરાદા સાથે આવા સ્થળોની મુલાકાત લે છે. તેના બદલે, અમને આક્રમકતા અને અનાદરનો સામનો કરવો પડ્યો. હું સમજું છું કે ભીડનું સંચાલન કરવું પડકારજનક છે, પરંતુ ભક્તોને ગેરવર્તન કે નુકસાન પહોંચાડ્યા વિના વ્યવસ્થા જાળવવાની જવાબદારી સ્ટાફની છે. હું આ મુદ્દા પર ધ્યાન દોરવા માટે આ શેર કરી રહી છું અને આશા રાખું છું કે તેઓ મુલાકાતીઓ સાથે સન્માન અને આદર સાથે વર્તશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી સિમરન બુધરૂપ હાલમાં ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહી છે. અભિનેત્રી પંડ્યા સ્ટોર, નઝર અને દુર્ગા: માતા કી છાયા જેવા શોમાં જોવા મળી છે. તે તેના અભિનય માટે જાણીતી છે.
એ ઉપરાંત લોકો પણ તેની સ્ટાઇલના દિવાના છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ