મનોરંજન

વ્હાઈટ બિકીનીમાં એક્ટ્રેસે બોલ્ડ પોઝ આપીને વધાર્યો ઈન્ટરનેટનો પારો, યુઝર્સે કહ્યું…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સેલિબ્રિટી હોય કે નોર્મલ વ્યક્તિ, સોશિયલ મીડિયા વિના તો જાણે શ્વાસ ઓછા પડે એવો સમય આવી ગયો છે. આ જ સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના ફેવરેટ સેલેબ્સને ફોલો કરીને તેમના વિશે ઝીણામાં ઝીણી વિગતો જાણવા માટે ઉત્સુક હોય છે. બોલીવૂડ એક્ટ્રેસ શર્વરી વાઘ ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેણે હાલમાં જ પોતાના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા હતા. આ ફોટો જોઈને ફેન્સના હોંશ ઉડી ગયા હતા. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં…

શર્વરી વાઘ ઈન્ડસ્ટ્રીનો ઉભરતો સિતારો છે અને તેણે આજે જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર શર્વરીએ વ્હાઈટ બિકીનીમાં એકદમ દિલકશન અદાઓમાં ફોટો પોસ્ટ કર્યા છે. શર્વરીના ફોટો જોઈને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા અને તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સને શર્વરીનો આ લૂક ફેન્સને ખૂબ જ હોટ લાગી રહ્યો છે.

આ પણ વાંચો: બે ફ્લોપ ફિલ્મ આપ્યા પછી આ હીરોઈનનું ભાગ્ય બદલાશે કે નહીં, કોણ છે?

વાત કરીએ શર્વરીની વર્ક ફ્રન્ટની તો તે બોલીવૂડની હોરર ફિલ્મ મુંજ્યામાં જોવા મળી હતી. આ સિવાય ટૂંક સમયમાં જ શર્વરી યશરાજ ફિલ્મ્સની સ્પાય વર્લ્ડની ફિલ્મમાં કામ કરતી જોવા મળશે, જેનું નામ આલ્ફા છે. આ ફિલ્મમાં શર્વરી સિવાય આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ ફિલ્મ 25મી ડિસેમ્બર, 2025ના રિલીઝ થવા જઈ રહી છે.

શર્વરી 28 વર્ષની છે અને શર્વરીના પરિવારમાંથી કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી. શર્વરીએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. શર્વરીના પિતા મુંબઈના એક જાણીતા બિલ્ડર છે અને તેના નાના એક જાણીતા રાજકારણી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોષી છે. જેમના કારણે પોલિટિક્સમાં શર્વરીની એન્ટ્રી ખૂબ જ સરળ હતી, પણ તેમ શર્વરીએ પોતાની રાહ જાત જ બનાવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button