લંડનની સડકો પર આ કોની સાથે હાથોમાં હાથ નાખી જોવા મળી અભિનેત્રી….

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોન છેલ્લે ક્રૂ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે જોવા મળી હતી. ‘ક્રૂ’, ‘મિમી’ અને ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી કૃતિ સેનોને હાલમાં જ તેનો 34મો જન્મ દિવસ ઉજવ્યો છે. કૃતિની કારકિર્દી હાલમાં આસમાનમાં છે. જન્મ દિવસ વખતે તે લંડનમાં જોવા મળી રહી હતી. તેના જન્મદિવસની તસવીરો અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અભિનેત્રીએ તેના અફવાવાળા બોયફ્રેન્ડ સાથે તેના ખાસ દિવસની ઉજવણી કરી. ચાલો જાણીએ, કોણ છે એ રૂમર્ડ બોયફ્રેન્ડ જેની સાથે અભિનેત્રી કૃતિ સેનોનનું નામ જોડાઈ રહ્યું છે?
કૃતિ સેનોને તેનો બર્થ ડે રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે ઉજવ્યો છે. કૃતિની સાથે તેની બહેન નૂપુર સેનન પણ લંડનમાં છે. કૃતિનો બોયફ્રેન્ડ યુકે સ્થિત ટ્રાવેલ એજન્સી ચલાવે છે. કબીર વ્યવસાયે કરોડપતિ બિઝનેસમેન છે અને લંડનમાં રહે છે. સાઉથોલ ટ્રાવેલના સ્થાપક કુલજિન્દર બહિયા તેમના પિતા છે.
આ પણ વાંચો : શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…
કબીરની વાત કરીએ તો તે ભારતીય ક્રિકેટર એમ એસ ધોની અને હાર્દિક પંડ્યા સાથે સારું બોન્ડિંગ શેર કરે છે. ઘણી વાર તેઓ સાથે વેકેશન પર પણજાય છે. કબીર ધોનીની પત્ની સાક્ષી સાથે પણ સારું બોન્ડિંગ શેર કરે છે. સોશિયલ મીડિયા પર કબીરની ધોની અને હાર્દિક પંડ્યા સાથે ઘણી તસવીરો જોવા મળે છે. કબીર પણ ઘણો સોશિયલ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે.
થોડા સમયપહેલા કૃતિની મિસ્ટ્રી મેન સાથે હાશમાં હાથ નાંખીને લંડનના રસ્તાઓ પર ફરતી તસવીર વાયરલ થઇ હતી. રિપોર્ટ્સનું માનીએ તો એ મિસ્ટ્રી મેન કબીર બહિયા જ છે. અત્યાર સુધી તો કૃતિએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધો મીડિયાની નજરથી છુપાવ્યા છે, પણ એમ માનવામાં આવે છે કે તે પરિવારની સંમતિથી જ લગ્ન કરશે.