પ્રખ્યાત દિવંગત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, પીઢ અભિનેત્રી સંધ્યાનું 94 વર્ષની વયે નિધન...
Top Newsમનોરંજન

પ્રખ્યાત દિવંગત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, પીઢ અભિનેત્રી સંધ્યાનું 94 વર્ષની વયે નિધન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પીઢ અભિનેત્રી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, સંધ્યા શાંતારામનું 94 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્કમાં વૈકુંઠ ધામ ખાતે કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું કારણ શું હતું તે અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી, પરંતુ એવું કહેવાય છે કે તેઓ ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા.

તેમણે વી. શાંતારામની ફિલ્મોમાં કામ કર્યું હતું અને ફિલ્મ ‘પિંજરા’માં તેમના કામ માટે વ્યાપકપણે જાણીતી હતી. તેમની ફિલ્મ ‘દો આંખે બરહ હાથ’માં પણ કામ કર્યું હતું. ફિલ્મોમાં તેમના અભિનય અને નૃત્યથી બધાને પ્રભાવિત કર્યા હતા. કારકીર્દિના શિખર પર હતા ત્યારે તેમણે ભારતીય સિનેમાના સુવર્ણ યુગને વ્યાખ્યાયિત કર્યો હતો. તેમણે ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘નવરંગ’ અને ‘અમર ભૂપાલી’ જેવી હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.

sandhya shantaram amar bhupali

એક અહેવાલ મુજબ, શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે કરવામાં આવેલા તેમના અંતિમ સંસ્કારમાં તેમના નજીકના પરિવારજનો, મિત્રો અને પ્રશંસકો હાજર રહ્યા હતા. સંધ્યા શાંતારામ ફક્ત ‘સંધ્યા’ તરીકે જાણીતા હતા. અહેવાલો મુજબ, વી. શાંતારામ તેમને ફિલ્મ ‘અમર ભૂપાલી’ માટે કાસ્ટિંગ કરતી વખતે મળ્યા હતા. 1952માં, સંધ્યાએ આ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ગાયિકાની ભૂમિકા ભજવી હતી.

એમ કહેવાય છે કે સંધ્યા તાલીમ પામેલાં નૃત્યાંગના નહોતાં અને તેથી ‘ઝનક ઝનક પાયલ બાજે’ ફિલ્મ માટે સહ-અભિનેતા ગોપી કૃષ્ણા પાસેથી તાલીમ લીધી હતી. આ ફિલ્મે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. 2009માં આ પીઢ અભિનેત્રીએ ફિલ્મ ‘નવરંગ’ની 50મી વર્ષગાંઠ નિમિત્તે વી. શાંતારામ એવોર્ડ સમારોહમાં ખાસ હાજરી આપી હતી.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button