સંતાનને લઈને રેખાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જો મારો દીકરો હોત તો…

બી-ટાઉનનું એવરગ્રીન એક્ટ્રેસ રેખા દિવસે દિવસે વધુને વધુ સંદર દેખાય છે. પરંતુ જ્યારે વાત રેખાની પર્સનલ લાઈફ રિલેટેડ હોય ત્યારે લોકોને એમાં વધારે રસ પડે છે. એક્ટ્રેસે થોડાક સમયમાં પહેલાં જ પોતાના સંતાનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
રેખાએ સંતાનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રેખાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે જો મને કોઈ દીકરો હોત તો હું ઈચ્છિશ કે તે રીતિક રોશન જેવો હોત તો મને વધારે ગમ્યું હોત. રેખાનું એ સપનું સાકાર પણ થયું પરંતુ રીલ લાઈફમાં… જ્યારે રેખાએ ફિલ્મ કોઈ મિલ ગયા (2003)માં રીતિક રોશનની માતાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ આ જ ફિલ્મની સિક્વલ ક્રિશમાં રીતિકની જ દાદીનો રોલ કર્યો હતો અને આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી.
રેખાની મેરિડ લાઈફ વિશે જણાવવાનું થાય તો 1990માં રેખાએ દિલ્હીના એક ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. મુકેશે પોતાની મહેનતથી બિઝનેસ ઊભો કર્યો હતો અને કિચનવેર બ્રાન્ડ હોટલાઈનના માલિક હતા. એવું કહેવાય છે કે મુકેશ લાંબા સમયથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા અને રેખાની બાયોગ્રાફી લખનારાઓના જણાવ્યા અનુસાર એક્ટ્રેસના લગ્ન બાદ જ પતિની માનસિક સ્વાસ્થ્ય વિશે જાણ થઈ હતી.
મુકેશ અને રેખાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ અને ફેશન ડિઝાઈનર બીના રમાણીને કારણે થઈ હતી. તેણે રેખાને જણાવ્યું હતું કે મુકેશ એના એકદમ ક્રેઝી ફેન છે. લગ્નના થોડાક સમય બાદ જ મુકેશ આત્મહત્યા કરી લીધી હતી અને એ સમયે રેખા લંડનમાં હતી. મુકેશે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું તેના મૃત્યુ માટે કોઈને દોષ ના આપવામાં આવે.