મનોરંજન

જે સિરિયલે આટલી ફેમસ કરી તેને મહિનાઓ સુધી રિજેક્ટ કરતી રહી આ અભિનેત્રી

દરેક કલાકાર અને ખાસ કરીને ટીવી કલાકારના જીવનમાં એક એવો શૉ આવતો હોય છે જે તેને નામ અપાવે છે. તે શૉના પાત્રથી જ તેની ઓળખાણ થતી હોય છે. આવો શૉ આવે તેની સૌ કોઈ રાહ પણ જોતા હોય છે. પણ Saumya Tondon એક એવી અભિનેત્રી છે જેણે આવો શૉ ઓફર થયો ત્યારે 6-7 મહિના આનાકાની કરી હતી, પછી શૉ સ્વીકાર્યો હતો અને તે ખૂબ જ સફળ રહ્યો. વાત છે Bhabhiji ghar per hai ટીવી સિરિયલની.

સૌમ્યાને શૉનું ટાઈટલ પસંદ ન આવ્યું. તે લગભગ 6-7 મહિના સુધી આ શૉને રિજેક્ટ કરતી રહી. નિર્માતા સૌમ્યાને સમજાવતા રહ્યા, પછી જ તે આ શૉ કરવા માટે રાજી થઈ ગઈ. સૌમ્યા વર્ષ 2015માં આ શોમાં જોડાઈ હતી. તેણે તેમાં પાંચ વર્ષ સુધી ગોરી મેમનું પાત્ર ભજવ્યું, પછી તેણે શૉને અલવિદા કહી દીધું.


સૌમ્યા સાથેની વાતચીતમાં કહ્યું- જ્યારે મેં આ શોનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે આ શોથી મારું કરિયર ડૂબી જશે. મેં મારી કારકિર્દીમાં એક મોટી ભૂલ કરી છે. મેં તે સમયે મારા બોયફ્રેન્ડને ફોન કરીને કહ્યું હતું કે હવે હું મારી કારકિર્દી દરમિયાન ભાભીજી તરીકે ઓળખાઈશ. મેં મારી જાતને બરબાદ કરી છે.

This actress kept rejecting the serial which made her so famous for months

સૌમ્યાએ આ મામલે નિર્માતાઓ સાથે તેના શૉમાંથી ખસી જવા અંગે પણ વાત કરી હતી. આ શો થોડા અઠવાડિયામાં શરૂ થવાનો હતો, તેથી નિર્માતાઓએ કહ્યું કે તેઓ તમારી સામે કાયદાકીય પગલાં લેશે. આવી સ્થિતિમાં સૌમ્યા પાસે શૉ ન કરવા સિવાય કોઈ ઉપાય ન હતો. ધીમે ધીમે સૌમ્યાને સમજાયું કે આ પાત્ર તેની માટે જ લખાયું છે. આવી સ્થિતિમાં સૌમ્યાએ શૉ સાથે જોડાયેલા રહેવાનું યોગ્ય માન્યું. તે પાંચ વર્ષ સુધી કામ કર્યું.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશા ડિવોર્સ માટે તૈયાર! હવે આ અભિનેત્રીને જીવનસંગિની બનાવશે

જ્યારે સૌમ્યાએ શૉ છોડ્યો ત્યારે તેને આર્થિક રીતે ઘણું નુકસાન થયું હતું. પ્રોડ્યુસર્સ તેને રોકી રહ્યા હતા, પરંતુ સૌમ્યાએ સાંભળ્યું નહીં. આટલી બધી કમાણી કરવી કોઈના માટે સરળ નથી. જે સૌમ્યાને એક એપિસોડ માટે મળી રહી હતી. કારણ કે તે તે સમયનો લોકપ્રિય શો હતો, તેની ટીઆરપી પણ ઘણી ઊંચી હતી. પરંતુ સૌમ્યાએ તેને છોડી દીધું. આજે સૌમ્યા નવા માધ્યમો અજમાવી રહી છે. થોડા સમય પહેલા તે બીમાર હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જોકે હવે તેના સ્વાસ્થ્ય વિશે ખાસ કોઈ જાણકારી મળી નથી. આશા રાખીએ તે ફીટ થઈ ફરી કામે લાગે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…