મનોરંજન

Actress Rashmika Mandanaએ પોતાની ફીને લઈને કર્યો આવો ખુલાસો…

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે અને તેણે ખુબ જ નાની વયે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. હાલમાં જ એક્ટ્રેસ રશ્મિકાની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ છે અને એક્ટ્રેસ હજી તો આ ફિલ્મ Animalની સફળતાનો સ્વાદ માણી રહી છે ત્યાં હવે એક્ટ્રેસની ફીને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મની સફળતા બાદ એક્ટ્રેસે પોતાની ફીમાં ધરખમ વધારો કર્યો છે.

આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ રશ્મિકા મંદાના ફિલ્મ એનિમલની સક્સેસ બાદ હવે એક ફિલ્મ માટે હવે 4થી 4.5 કરોડ રૂપિયાની ફી વસુલી રહી હોવાનો દાવો આ પોસ્ટમાં કરાઈ રહ્યો છે.

જોકે, હવે ખુદ એક્ટ્રેસ રશ્મિકા આ વાતનો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મને ખબર નથી પડતી આ બધી વાતો ક્યાંથી આવી રહી છે, અને શું કામ… પણ હવે મને એવું લાગી રહ્યું છે કે મારે આ બાબત પર ગંભીરતાથી વિચારવું જોઈએ અને જો મને કોઈ મેકર્સ પૂછશે તો હું કહી દઈશ કે સર મીડિયામાં આવી વાતો થઈ રહી છે તો મારે એમની વાતો પર ખરા તો ઉતરવું પડશે ને?? હું શું કરું?? આ રીતે ઈશારો ઈશારોમાં જ આ ફી વધારાના સમાચારને રદિયો આપ્યો હતો.

ફિલ્મ એનિમલની સફળતા બાદ રશ્મિકા મંદાનાની લોકપ્રિયતામાં ખાસ્સો એવો વધારો થયો છે અને આ ફિલ્મમાં તેણે રણબીર કપૂરની પત્ની ગીતાંજલિનો રોલ કર્યો હતો. લોકોએ તેને ખુબ જ પસંદ કરી હતી. ફિલ્મે રિલીઝ થતાં જ બોક્સ ઓફીસ છવાઈ ગઈ હતી અને તેણે રૂપિયા 900 કરોડની કમાણી કરી લીધી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મની સિક્વલ એનિમલ પાર્કમાં પણ રશ્મિકા મંદાના જોવા મળશે.

આ સિવાય એક્ટ્રેસના હાથમાં ફિલ્મ પુષ્પાની સિક્વલ પુષ્પા: ધ રૂલ પણ છે અને તેમાં તે અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. અહીંયા તમારી જાણ માટે કે રશ્મિકા મંદાના ફિલ્મ એનિમલ પહેલાં ગુડ બોય અને મિશન મજનુ જેવી હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ 2021માં આવેલી ફિલ્મ પુષ્પા તેના કરિયર માટે ટર્નીગ પોઈન્ટ સાબિત થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button