આ કારણે Actress Rashmika Mandana ફિલ્મ Animalની સફળતાનો આનંદ ના માણી શકી…
Actress Rashmika Mandana નેશનલ ક્રશ છે અને તે અવારનવાર તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લે એક્ટ્રેસ સંદીપ વાંગાની ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. રણવીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. પરંતુ હવે ફિલ્મમાં ગીતાંજલિની ભૂમિકા નિભાવનાર રશ્મિકા મંદાનાએ ફિલ્મને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં તેણે આ સંદર્ભે એક પોસ્ટ પણ કરી છે.
રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા છે, જોકે આ ફોટોમાં તેણે પોતાનો પૂરો ફેસ નથી દેખાડ્યો. આ લૂક એની નવી ફિલ્મનો છે એટલે તેણે પોતાનો ફેસ છુપાવ્યો છે. એક્ટ્રેસે નોટ શેર કરીને લખ્યું છે કે હાય ફ્રેન્ડ્સ, હું મારો પૂરો ફેસ નથી દેખાડી શકતી, કારણ કે આ એક ફિલ્મનો લૂક છે. હું હંમેશાની જેમ જ એને મારી ટીમ વિના એ રિવીલ નહીં કરી શકું. ફિલ્મનું શૂટિંગ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, બસ હું તમને બધાને જણાવવા માંગતી હતી.
રશ્મિકાએ પોતાની પોસ્ટ આગળ એક બીજો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ એક વિષય છે કે જેના વિષે એવું કહેવાઈ રહ્યું હતું કે હું મારી સફળતા અને એનું ક્રેડિટ નથી લેતી. પણ ઠીક છે… અમે એક મોટી સુપરહિટ ફિલ્મ આપી, જેને લોકોએ ખૂબ જ પસંદ પણ કરી અને એના ભરપેટ વખાણ પણ કર્યા હતા. હું પણ એની સફળતાનો આનંદ ઉઠાવવા માંગતી હતી, એના માટે સમય કાઢવા માંગતી હતી. પરંતુ હું મારી ફિલ્મના રિલીઝના સેટ પર પાછી આવી ગઈ હતી. હું વર્કોહોલિક છું અને એ એટલે જ હું આવું કરવામાં અસમર્થ રહી હતી.
એટલું જ નહીં પોસ્ટમાં પણ રશ્મિકાએ એવું પણ લખ્યું હતું કે મને કામ માટે આખી રાત ટ્રાવેલ કરવું પડી રહ્યું છે. હું મારા કરિયરની સૌથી મોટી ફિલ્મનું શૂટિંગ કરી રહી છું. પણ મારી નવી ફિલ્મને કારણે હું મારો લૂક રિવીલ કરી શકું એમ નથી. મને ખ્યાલ છે કે તમે મને યાદ કરી રહ્યા છો અને હું પણ તમને યાદ કરી રહી છું. પણ તમે જ્યારે આ ફિલ્મ જોશો ત્યારે તમને પણ એકદમ ખુશી થશે.