મુંબઈમાં ઘર નથી મળી રહ્યું આ Actressને, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રડ્યા રોદણા…

મુંબઈએ સપનાઓનું શહેર છે અને અહીં તમને નોકરી અને રોટલો તો મળી રહે, પણ ઓટલો એટલે કે ઘર મેળવવાનું જરા અઘરું જ છે. હાલમાં આવી જ દુવિધાનો સામનો કરી છે ઈન્ડસ્ટ્રીની એક એક્ટ્રેસ. સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17 (Salman Khan’s Reality TV Show Bigg Boss-17)માં ભાગ લેવાની ખાનઝાદી (KhanZaadi)નું સ્ટ્રગલ શો પૂરો થયા બાદ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની વ્યથા ફેન્સ સાથે શેર કરી હતી.
ખાનઝાદીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુંબઈમાં ઘર શોધવા માટે તેને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ખાનઝાદીએ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ખાનઝાદીએ માથા પર કેપ લગાવીને માથું ઝૂકાવીને બેઠી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે મુંબઈમાં ઘર શોધવું અને દિવસે તારા શોધવું એક સમાન છે.
આ પણ વાંચો : કોની સાથે ડિનર ડેટ પર ગઈ હતી Mom to be Deepika Padukon?
ખાનઝાદી હાલમાં મુંબઈમાં ઘર શોધી રહી છે અને ઘર શોધતા શોધતા તેને નાકે દમ આવી રહ્યો છે. આ વીડિયોમાં આગળ તે કહેતી જોવા મળી રહી છે કે હું શિફ્ટ થઈ રહી છું અને આ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. આ વીડિયોની સાથે સાથે તેની બીજો વીડિયો પણ શેર કર્યો છે અને આ વીડિયોમાં તે મોટી બેગ લઈને દાદરા ઉતરી રહી છે. ખાનઝાદી એવું પણ કહે છે કે મારી બેગ મારાથી પણ ભારી છે અને આશા રાખું છું કે આગળ બધું સારું રહેશે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ખાનઝાદીનું સાચું નામ ફિરોઝા ખાન છે અને તે એક સિંગર, રેપર અને આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે. ખાનઝાદી મૂળ આસામની છે અને બિગ બોસ-17થી તેણે લાઈમલાઈટમાં આવી હતી. આ શોમાં તેણે કન્ટેસ્ટન્ટના નાકમાં દમ તો લાવી જ દીધો હતો પણ શોના હોસ્ટ સલમાન ખાનના નાકે પણ દમ લાવી દીધો હતો.