અભિનેત્રી નિયા શર્માએ રેડ ડ્રેસમાં આપ્યા મોહક પોઝ, જુઓ વાઈરલ તસવીરો

ટીવી અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ફોટોશૂટમાંથી કેટલીક પસંદગીની સુંદર તસવીરો તેના ચાહકો સાથે શેર કરી, જેમાં તેના લાલ ડ્રેસમાં આપેલા વિવિધ પોઝ વાળી ગ્લેમરસ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી. નિયા શર્મા દરરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ અને સુંદર તસવીરો શેર કરે છે, જેમાં તે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા. વાઈરલ તસવીરો પર લોકોએ મન ભરીને કમેન્ટ પણ લખી હતી.

તાજેતરમાં અભિનેત્રીએ લાલ ફૂલોના ટ્રીમ્સ વાળા ડ્રેસમાં સુંદર પોઝ આપ્યા હતા. અભિનેત્રીની આ તસવીરો હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. નિયાએ ડીપ નેક શોર્ટ રેડ ડ્રેસ પહેર્યો છે. જેમાં નીચેની બાજુએ ગુલાબના ફૂલની લેસથી ડિઝાઇન બનાવવામાં આવી છે.

નિયાએ ગ્લોસી મેકઅપ, ખુલ્લા વાંકડિયા વાળ અને સુંદર આંખોથી આ લુક પૂર્ણ કર્યો. તેની સ્ટાઇલ પણ અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહી છે. આ તસવીરોમાં, નિયા ક્યારેક સોફા પર બેસીને તો ક્યારેક ખુરશી પર બેસીને કેમેરા માટે પોઝ આપી રહી છે.

કેટલીક તસવીરોમાં નિયા શર્મા મિરરમાં પોતાને જોઈને ફોટો ક્લિક કરાવી રહી છે. અભિનેત્રીના આ અવતારથી ચાહકોના હોશ ઉડી ગયા છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નિયા શર્મા કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’માં જોવા મળી રહી છે. જેમાં તેની જોડી સુદેશ લહરી સાથે છે.
