મનોરંજન

પાર્ટી મૂડમાં દેખાઈ આ જાણીતી એક્ટ્રેસ, બ્લેક શોર્ટ શિમરી ડ્રેસમાં આપ્યા એવા પોઝ કે…

ભોજપૂરી ફિલ્મથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેનારી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે.

દરરોજ સોશિયલ મીડિયા પર મોનાલિસા પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે અને તેની આ પોસ્ટ ગણતરીની સેકન્ડમાં વાઈરલ પણ થઈ જતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જે જોઈને તો ફેન્સના શ્વાસ થંભી ગયા હતા. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં…

આપણ વાંચો: એરપોર્ટ પર આ કામ કરતી જોવા મળી ભોજપૂરી એક્ટ્રેસ…

એક્ટ્રેસ મોનાલિસાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં મોનાલિસા વેસ્ટર્ન આઉટફિટમાં એકદમ કમાલની લાગી રહી છે. આ સમયે તેણે બ્લેક કલરનો શોર્ટ શિમરી ડ્રેસ પહેર્યો હતો, અને કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા હતા. ફેન્સને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

મોનાલિસાએ વાઈરલ ફોટોમાં પોતાના લૂકને ખૂબ જ સિમ્પલ રાખ્યો છે. તેણે લાઈટ મેકઅપ સાથે સ્ટ્રેટ વાળ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે. મોનાલિસાની કાતિલ અદાઓએ ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને મોનાલિસાના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

મોનાલિસાએ આ ફોટો શેર કરતાં તેની કેપ્શનમાં લખ્યું છે કે પાર્ટી ઓન માય માઈન્ડ…મોનાલિસાની સુંદરતા અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતાં ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાના પાંચ મિલિયનથી વધુ ફોલોવર્સ છે અને આ જ કારણ કે છે અપલોડ થતાં જ તેના ફોટો વાઈરલ થવા લાગે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા હાલમાં ટીવી શો જાદુ તેરી નઝરમાં જોવા મળી રહી છે, આ શોમાં એક્ટ્રેલ ડાયનનો રોલ નિભાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button