અભિનેત્રી જયા ભટ્ટાચાર્યએ સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો એક ગલુડિયા માટે
ક્યૂકી સાંસ ભી કભી બહુ થીમાં પાયલનો નેગેટિવ રોલ કરી જાણીતી થયેલી અભિનેત્રી જયા ભટ્ટાચાર્ય હાલમાં એક લડાઈ લડી રહી છે. તેમે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે અને લોકોને જોડાવા આહ્વાન કર્યું છે. આ અભિયાન તેણે કે શ્વાનના બચ્ચા એટલે કે ગલુડિયા સાથે થયેલા અન્યાયના વિરોધમાં શરૂ કર્યુ છે.
ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે આ નાનકડા મૂક પ્રાણી પર મુંબઈના નાયગાંવના તિવારી ગામમાં વારંવાર બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી એક યુવાનની ધરપકડ પણ કરી, પરંતુ પછી તેને છોડી દીધો હતો. તેણે એ પણ કહ્યું કે આ માત્ર એક પ્રાણી માટે નથી, પરંતુ એ તમામ મૂંગા પ્રાણીઓ અને બે-ચાર મહિનાના બાળકો માટે પણ છે જે બોલી નથી શકતા અને પોતાનું દર્દ કહી નથી શકતા. તેણે લોકોને આ ગલુડિયાને ન્યાય અપાવવામાં મદદનું આહવાન પણ કર્યુ અને કહ્યું કે આપણે નહીં જાગીએ તો દેશ બર્બાદ થઈ જશે.
જયાને સોશિયલ મીડિયા પર સારું સમર્થન મળી રહ્યું છે. જયા એનિમલ રેસ્ક્યુ કરતી સંસ્થા સાથે જોડાયેલી પણ છે. આ શ્વાનને બચાવી તેની સારવાર પણ કરી રહી છે.
આ પણ વાંચો : આ પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રીએ સોમનાથ-દ્વારકાના દર્શન કર્યા ને ટીપ્સ પણ આપી
થપકી પ્યાર કી, ગંગા, ઈમલી જેવી ઘણી સિરિયલો અને ફિલ્મોમાંદેખાયેલી જયાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાની પાસે કામ ન હોવાની અને કામ આપવાની અપીલ કરી હતી, જેને ઘણું બોલ્ડ સ્ટેપ માનવામાં આવ્યું હતું.