‘દિયા ઔર બાતી’ ફેમ સિરિયલની અભિનેત્રીએ માર્યા અરબી ઠુમકા, તસવીરો વાઈરલ

ટીવી અભિનેત્રી દીપિકા સિંહ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ટીવી સીરિયલ ‘દિયા ઔર બાતી હમ’માં સંધ્યા રાઠીનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલી દીપિકા સિંહ હાલમાં નવી ટીવી સીરિયલ ‘મંગલ લક્ષ્મી’માં જોવા મળી રહી છે. ટીવી અભિનેત્રી આ સીરિયલમાં ‘મંગલ’નું પાત્ર ભજવી રહી છે. અભિનેત્રી તેના ડાન્સને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.
દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હોય છે. તે તેના ફેન્સને ac6tશો સાથે સંબંધિત અપડેટ્સ પણ આપે છે અને પોતાના અંગત જીવનની માહિતી પણ આપે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો શેર કરતી હોય છે.,જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે. ઘણા લોકો તેના ડાન્સની મજાક ઉડાવે છે. જોકે, અભિનેત્રીને ટ્રોલિંગથી ફરક પડતો નથી.
દીપિકા સિંહે તાજેતરમાં જ તેના પુત્ર સોહમનો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેના પુત્ર માટે જન્મદિવસની પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેના પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી. દીપિકાએ તેના પુત્રના જન્મદિવસ પર રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ, અહીં પણ તેણે ડાન્સ કરવાની તક ગુમાવી ન હતી. દીપિકાએ તેના પુત્રના જન્મદિવસ પર એક અરબી ગીત પર તેના ડાન્સ મૂવ્સ દર્શાવતો વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ યુઝર્સે ફરી એક્ટ્રેસ પર નિશાન સાધ્યું છે.
જોકે, લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, કોઇ આને રોકો. તો વળી અન્ય એક યુઝરે લખ્યું છે કે અરે મેડમ આમ અચાનક હુમલો ના કરો.
જોકે, કેટલાક યુઝર્સ અભિનેત્રીની પ્રશંસા પણ કરી રહ્યા છે. યૂઝર્સ અભિનેત્રીની ખુલ્લેઆમ રહેવાની સ્ટાઈલ અને ટ્રોલ્સને અવગણવાની તેની કળા પર પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘એક આ બીટ્સ અને બીજું તમારા ડાન્સ સ્ટેપ્સ. તમે જે રીતે દરેક ક્ષણનો આનંદ માણો છો તે અદ્ભુત છે.