અભિનેત્રી અવનીત કૌરે કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ, બોલો, હવે કોનો વારો આવશે?

અત્યારે જાણીતી અભિનેત્રી અવનીત કૌર ચર્ચામાં છે, જેમાં પોતાના વ્યક્તિગત ફેશનેબલ લૂકની વાત પૂછશો નહીં. એનાથી અલગ જાણીતા ક્રિકેટર સાથે નામ ચર્ચાવવાને કારણે અભિનેત્રી લોકોના મનમાં વસી ગઈ છે, તેમાંય વળી અવનવા લૂકને કારણે વિશેષ લાઈમલાઈટમાં રહે છે.

આ અગાઉ ગયા અઠવાડિયા દરમિયાન એક બોલ્ડ ફોટોશૂટ પર સમાચારમાં છવાઈ ગઈ હતી. વાત જાણે એમ હતી કે અવનીત કૌરના એક ફોટો શૂટ પર પ્રતિક્રિયા આપ્યા વિના તેનું નામ બહાર આવ્યું હતું. આખરે એ પ્રતિક્રિયા અંગે વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી હતી એ પોતાની નહોતી. વેલ, અવનીત કૌરે હવે નવું ફોટો શૂટ કરાવીને લાગે છે કે હવે કોઈ નવા સેલિબ્રિટીઝનું નામ બહાર આવે તો નવાઈ નહીં. જોઈ લો અભિનેત્રીના બોલ્ડ અંદાજને.

અલબત્ત, ટેલિવિઝન પછી બોલીવુડમાં એન્ટ્રી માટે થનગનતી અવનીત કૌરના અંદાજ જોઈને તેના ચાહકો મંત્રમુગ્ધ થાય છે, જ્યારે તસવીરો પર પણ હજારો લોકો કમેન્ટ કરવાની સાથે લાખો લોકોએ લાઈક પણ કરે છે, ત્યારે તાજેતરમાં અવનીત કૌરે નવું ફોટોશૂટ કરાવ્યું છે જે સોશિયલ મીડિયા જોરદાર વાઈરલ થઈ રહ્યું છે.

અવનીત કૌરે ઓફ શોલ્ડર મોનોકિનીમાં અનેક તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં ટ્રાન્સપરન્ટ લેગિંગ અને મેચિંગ હિલ્સ પહેરી છે. વ્હાઈટ જ્વેલરી કેરી કરવાની સાથે ગળામાં વ્હાઈટ પર્લ નેકેલસ અને કાનમાં મેચિંગ સ્ટડ્સ પહેર્યાં છે. એટલું જ નહીં, અવનીતે ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળમાં પોતાના લૂકને કમ્પલીટ કર્યો છે. તેના દરેક તસવીરોની લોકો પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે લો લખ્યું હતું કે ગોર્જિયસ એન્ડ ગ્લેમરસ.

સોશિયલ મીડિયા પર અત્યારે સૌથી વધુ ચર્ચાતું નામ છે તો એ અવનીત કૌર. કિંગ કોહલીને તેને કારણે સ્પષ્ટતા કરવી પડી હતી, જ્યારે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનું નામ પણ તેની સાથે જોડાવવાને કારણે સારા તેંડુલકર સાથે બ્રેકઅપ થયું હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું.
