Amitabh Bachchan, Rajnikanthને પાછળ મૂકી આ કલાકારે જિત્યા છે સૌથી વધુ નેશનલ એવોર્ડ્સ…

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Indian Film Industry)ના ઈતિહાસમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સૌથી મોટા પુસ્કારમાંથી એક છે. દર વર્ષે ભારતીય ફિલ્મ કલાકારોને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વખતે 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે કયા કલાકારને સૌથી વધુ નેશનલ એવોર્ડ્સ મળ્યા છે? ચાલો તમને જણાવીએ-
પહેલી ઓગસ્ટ, 2025ના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ-2023ના નામની ઘોષણા કરી હતી અને એમાં શાહરુખ ખાન, રાણી મુખર્જીથી લઈને વિક્રાંત મેસી સહિતના કલાકારોના નામનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસને કારણે બે વર્ષથી નેશનલ ફિલ્મ એવોર્ડ્સ નહોતા યોજોયા અને આ જ કારણે ગયા વર્ષે 2022 અને આ વર્ષે 2023ની ફિલ્મોના એક્ટર્સને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાત કરીએ સૌથી વધુ વખત નેશનલ એવોર્ડ જિતનારા કલાકારની.

તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધુ વખત નેશનલ એવોર્ડ્સ મેળવનાર કલાકારે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને સાઉથના થાલા રજનીકાંતને પણ પાછળ મૂકી દીધા છે. આઈ નો આઈ નો હવે તમને આ નામ વિશે જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે તો ચાલો તમને કહીએ કે આ કલાકાર બીજું કોઈ નહીં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં દિગ્ગજ અદાકારા શબાના આઝમી છે.
જી હા, શબાના આઝમીને ફિલ્મ અંકુર, અર્થ, ખંડહર, પાર, ગોડમધર જેવી પાંચ શ્રેષ્ઠ ફિલ્મો માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શબાના આઝમી બાદ બીજા નંબરે આવે છે અમિતાભ બચ્ચન અને કંગના રનૌત. બિગ બીને સૌથી પહેલાં ફિલ્મ અગ્નિપથ માટે ત્યાર બાદ બ્લેક, પીકુ અને પા જેવી દમદાર ફિલ્મો માટે તેમને એવોર્ડ મળી ચૂક્યો છે.
જ્યારે કંગના રનૌતને પણ ક્વીનથી લઈને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, પંગા અને મણિકર્ણિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. આ સિવાય કમલ હાસનને મુંદ્રમ પિરાઈ, નાયકન, થેવર મગન અને ઈન્ડિયન માટે નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે.
નસીરુદ્દીન શાહને ફિલ્મ ઈકબાલ, પાર અને સ્પર્શ માટે તો અજય દેવગણને ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ, તાન્હાજી જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ મેળવનારા કલાકારોની યાદીમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કૃતિ સેનન, અનિલ કપૂર, સૈફ અલી ખાન સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…33 વર્ષની કારકિર્દી, 90થી વધુ ફિલ્મો…..શાહરુખ ખાનને પહેલીવાર મળ્યો નેશનલ એવોર્ડ મળ્યો!