મનોરંજન

રિલ લાઇફ પાર્ટનરની ભૂમિકા ભજવતા રિયલ લાઇફ પાર્ટનર બની ગયા આ કપલ

આજે અમે તમને ટીવી જગતના એવા કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ પડદા પર પતિ-પત્નીની ભૂમિકા ભજવતી વખતે ખરેખર એકબીજાના પ્રેમમાં પડ્યા અને રીલ કપલમાંથી રિયલ કપલ બની ગયા. તો ચાલો જાણીએ તેમના વિશે.

ગુરમીત ચૌધરી અને દેબીના બેનરજીઃ

ગુરમીત ચૌધરી અને દેબીના બેનરજીની મુલાકાત ધાર્મિક શો ‘રામાયણ’ દરમિયાન થઇ હતી. આ સીરિયલમાં ગુરમીતે રામનો રોલ કર્યો હતો, ત્યાં દેબીના બેનરજીએ સીતાનો રોલ કર્યો હતો. સાથે કામ કરતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને શો પૂરો થતાં સુધીમાં તો બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે તો તેમના ઘરે બે નાની સુંદર પરી પણ છે.

હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાન :

હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાને ‘કુટુમ્બ’ નાટકમાં સાથે કામ કર્યું હતું. આ પછી બંનેએ ફેમસ સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં કામ કર્યું હતું. આ સીરિયલમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પછી હિતેન અને ગૌરીએ 2004માં લગ્ન કર્યા હતા.

ALSO READ : Big Boss પ્રેમીઓ માટે મોટા ન્યૂઝ, OTT પર તારીખથી નવી સિઝન શરૂ

દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમઃ-

દીપિકા અને શોએબની પહેલી મુલાકાત કલર્સ ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં બંને પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યા હતા. બંને સિરિયલમાં એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ આ પ્રેમ માત્ર સિરિયલમાં અભિનય જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ હતો. જોકે દીપિકા હિંદુ હતી અને પહેલેથી જ છૂટાછેડા લઈ ચૂકી હતી, જ્યારે શોએબ મુસ્લિમ પરિવારનો હતો. પણ આ પ્રોબ્લેમ તેમના પ્રેમમાં અડચણ ન બની શક્યો. દીપિકા અને શોએબ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને આ વાત કોઈનાથી છુપી ન હતી. બંનેએ 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા.

રામ કપૂર અને ગૌતમી કપૂરઃ

ઘણી પ્રખ્યાત સિરિયલો તેમજ ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા રામ કપૂરે પણ પોતાના રીલ કપલ એટલે કે ગૌતમી કપૂરને પોતાની રિયલ લાઈફ પાર્ટનર બનાવી છે. બંનેની મુલાકાત સિરિયલ ‘ઘર એક મંદિર’ના સેટ પર થઈ હતી. બંને પહેલી જ મુલાકાતમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ લગ્નનો માર્ગ એટલો સરળ ન હતો. પરિવારને મનાવવા માટે રામ અને ગૌતમીએ ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી. ગૌતમીના પરિવારને રામ દિલ ફેંક આશિક જેવો લાગતો હતો. પણ આખરે પરિવાર સંમત થયો અને બંનેએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કરી લીધા.

રવિ દુબે-સરગુન મહેતા

રવિ દુબે અને શરગુન મહેતાની જોડી પણ સીરિયલ ’12/24 કરોલ બાગ’માં સાથે જોવા મળી હતી. આ સીરિયલમાં બંને પતિ-પત્ની તરીકે જોવા મળ્યા હતા. સીરિયલમાં આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે, આ સીરિયલ તો ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગઈ, પરંતુ આ સીરિયલના કપલનો પ્રેમ અકબંધ રહ્યો અને બંનેએ વર્ષ 2013માં લગ્ન કરી લીધા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button