એક્ટર કમ હોસ્ટ જય ભાનુશાળીએ પિન્ક મેકસીમાં વિડીયો પોસ્ટ કર્યો, એવી તો કઈ મજબૂરી હશે, અહી જાણો કારણ
મુંબઈ: જય ભાનુશાળી (Jai Bhanushali) ટીવીનો લોકપ્રિય અભિનેતા-હોસ્ટ છે. જેટલું દિલથી તે તે પોતાનું કામ કરે છે, તેટલા જ પ્રેમથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. હાલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક નવો વિડીયો જોવા મળ્યો જેમાં તેએક અલગ જ અવતારમાં દેખાયો હતો. તેનો આ અવતાર જોઇને તેના ચાહકોએ અલગ અલગ કમેન્ટસ કરીને પોતાના રિએકશનસ આપ્યા છે.
આ નવા વિડીયોમાં જય એક પિન્ક કલરની મેકસી પહેરીને જોવા મળી રહ્યો છે. જેમાં તે પહેરીને બાળકો સાથે રમતા જોવા મળી રહ્યો છે.
ઘણા યુઝર્સે કહ્યું કે આ જોઈને ખબર પડે છે કે એક પિતા પોતાની દીકરી માટે કઈ પણ કરી શકે છે જ્યારે એક યુઝર્સે કહ્યું કે આમ કરીને શું કપિલના શોમાં જવાની તૈયારી છે કે શું? જ્યારે કે યુઝર લખે છે કે ‘આવી તો શું મજબૂરી હશે ભાઈ?’ જ્યારે એક યુઝરે તેની દીકરી પર કમેંટ કરતાં કહ્યું કે આટલી ક્યૂટ છોકરી મે પહેલા ક્યારેય નથી જોઈ.
પોતાના વિડીયોને લઈને જય વ્યંગ કરતાં લખે છે કે મે આ બધુ તારા માટે કર્યું છે. હવે જોઇને શરમ આવે છે કે મે આને પોસ્ટ શું કામ કર્યું?’ જો કે, મેકસીમાં જય ઘણો ક્યૂટ લાગી રહ્યો છે. તેને જોઈને નાનકડી તારા પણ ઘનની એક્સાઈટેડ લાગી રહી છે. જયને જ્યારે પણ સમય મળે છે ત્યારે તેની દીકરી તારા સાથે આવી રીતે મસ્તી કરતો જોવા મળે છે