Saiyaara ફિલ્મની સફળતા જોઈ ઈમોશનલ થયો એક્ટર, પોસ્ટ કરીને કહી એવી વાત કે… | મુંબઈ સમાચાર

Saiyaara ફિલ્મની સફળતા જોઈ ઈમોશનલ થયો એક્ટર, પોસ્ટ કરીને કહી એવી વાત કે…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ સૈયારા… સૈયારા જ સંભળાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ સ્ક્રોલ કરો તો દર બીજી પોસ્ટ સૈયારાની જ જોવા મળે છે. રિલીઝ થયાના એક અઠવાડિયામાં જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. હવે સોશિયલ મીડિયા પર ફિલ્મના લીડ એક્ટરે એક પોસ્ટ કરીને આટલો પ્રેમ આપવા માટે ઓડિયન્સનો આભાર માન્યો છે. આવો જોઈએ બીજું શું કહ્યું સૈયારા સ્ટારે પોતાની પોસ્ટમાં…

સૈયારા ફિલ્મ 18મી જુલાઈના રિલીઝ થઈ હતી અને શુક્રવારે 25મી જુલાઈના આ ફિલ્મને એક વીક પૂરું થયું. એક અઠવાડિયામાં જ આ ફિલ્મ 200 કરોડ રૂપિયા કમાવનારી ક્લબમાં સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ છે અને આ ફિલ્મથી જ અહાન પાંડે અને અનિત પડ્ડાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે.

અહાન પાંડેએ ફિલ્મને આટલો બધો પ્રેમ આપવા માટે દર્શકોનો આભાર માનતી પોસ્ટ કરી છે. આ ફિલ્મનું કલેક્શન જોઈએ અહાન પાંડે એકદમ ગદગદ થઈ ગયો હતો. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરતાં અહાને લખ્યું હતું કે ફિલ્મ સૈયારાનું એક વીક પૂરું થયું. આટલા બધા પ્રેમ અને વ્હાલ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સૈયારા સ્ટારે આ પોસ્ટ સાથે ફિલ્મમાંથી પોતાના કેટલાક ફોટો પણ શેર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૈયારા 18મી જુલાઈના થિયેટરમાં રિલીઝ થઈ હતી. 60 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે ઓપનિંગમાં જ 21.5 કરોડની કમાણી કરી હતી. આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ફિલ્મ રિલીઝ થયાના આઠમા દિવસે જ 200 કરોડની કમાણી કરી ચૂકી છે અને હજી પણ આ ફિલ્મની આંધી કંઈ ઓછી થતી જોવા નથી મળી રહી. આ જોતા એવું કહી શકાય કે આવનારા દિવસોમાં સૈયારા વધારે નવા નવા રેકોર્ડ બનાવવામાં સફળ થશે.

આ પણ વાંચો…હેલ્મેટ જરૂર પહેરો અને ‘સૈયારા’ને પણ પહેરાવો: અમદાવાદ ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button