મનોરંજન

Film Pushpaના આ Starનો બોક્સ ઓફિસ પર દબદબો, 20 કરોડની ફિલ્મથી કરાવી 100 કરોડની કમાણી…

સાઉથની ફિલ્મોની વાત આવે તો સ્ટોરી લાઈન કે કમાણીનું કંઈ પૂછવાનું જ ના હોય અને એમાં પણ 2024ની વાત કરીએ તો મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તો આ વર્ષ કમાઉ દીકરો સાબિત થવા જોઈ રહ્યો છે. પ્રેમાલુ, ભ્રમયુગમ, આડુજીવિતમ અને મંજુમ્મેલ બોયઝ જેવી ફિલ્મો તો ઓલરેડી બોક્સ ઓફિસ પર પોતાનો ડંકો વગાડી જ ચૂકી છે ત્યારે આપણે વાત કરીએ Film Pushpa સ્ટારર એક્ટરની…

આ પણ વાંચો: Pushpa The Rule ના પોસ્ટર સાથે રીલીઝ થઈ ટીઝર ડેટ, દર્શકોના ઉત્સાહમાં વધારો


Film Pushpaમાં એસપી ભંવર સિંહ શેખાવતની ભૂમિકા નિભાવનાર એક્ટર ફહાદ ફાઝિલ વિશે વાત કરીએ તો ફહાદની Film Aaveshamએ બોક્સ ઓફિસ પર ગ્રોસ કલેક્શન 100 કરોડ રૂપિયાની કમાણી કરીને સતત આગળ વધી રહી છે. આ રીતે મલયાલમ ફિલ્મે ફરી એક વખત દેખાડી દીધું છે કે કન્ટેન્ટ જ કિંગ છે. આ ફિલ્મ 20 કરોડમાં બની હતી અને હવે તેણે 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.


આ પણ વાંચો: Bollywood: Pushpa-2ના 30 મિનિટના સિન માટેનો ખર્ચ જાણશો તો…


Film Pushpaથી જોરદાર લોકપ્રિયતા હાંસિલ કરનાર ફહાદ ફાજિલની ફિલ્મ આવેશમ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. દર્શકોને આ ફિલ્મમાં ફહાદની એક્ટિંગને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 13 દિવસમાં જ ફિલ્મે 100 કરોડના ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે અને કમાણીના મામલે હજી પણ આગળ વધી રહ્યો છે. આવેશમનું બોક્સ ઓફિસ કલેક્શન પ્રોડ્યૂસર્સનો જુસ્સો વધારનારું છે અને ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.


આ પણ વાંચો: આ ફિલ્મની ટીઝરને આટલા વ્યુ મળે છે તો ફિલ્મ રીલિઝ થશે ત્યારે…


ફહાદની અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો ફહાદ Film Pushpa-2માં પણ કામ કરતો જોવા મળશે. Film Pushpaમાં દર્શકોએ ફહાદની એક્ટિંગને ખૂબ જ પસંગ કરી હતી અને હવે જોવાની વાત એ છે કે Film Pushpa-2માં ફહાદ પુષ્પા પાસેથી કઈ રીતે પોતાનો બદલો લે છે. ફહાદને મલયાલમ ફિલ્મ એક્ટિંગના સરતાજ માનવામાં આવે છે અને પોતાની એક્ટિંગથી હંમેશા દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં જરાય કસર બાકી નથી રાખતા…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button