મનોરંજન

રૂબિના દિલૈકની દીકરીને થયો એક્સિડન્ટ, પોડકાસ્ટ પર એક્ટ્રેસે આપી માહિતી…

છોટા પડદાની લોકપ્રિય બહુ અને બિગ બોસ 14ની વિનર રૂબિના દિલૈક હાલમાં મધરહૂડને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે ગયા વર્ષે જ જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. લગ્નના પાંચ વર્ષ બાદ મા બનવાની ખુશી રૂબિનાના ચહેરા પર જોવા મળી રહી હતી. રૂબિના પણ પોતાની બંને દીકરીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હાલમાં જ એક પોડકાસ્ટ શો કિસીને બતાયા નહીંની બીજી સિઝનમાં મા બન્યા પછીના અનુભવો શેર કર્યા હતા.

આ પોડકાસ્ટમાં રૂબિના દિલૈકે જણાવ્યું હતું એક દિવસ મારી દીકરી ઈધા અકસ્માતનો ભોગ બન્યો હતો. એક્ટ્રેસે જણાવ્યું હતું ઊંઘતી વખતે મારી દીકરી ઈધા બેડ પરથી નીચે પડી ગઈ હતી. એ વખતે હું શૂટ પર હતી અને આ વાત સાંભળીને મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ ભગવાનની મહેરબાનીથી એને ખાસ કોઈ ઈજા પહોંચી નહોતી અને તે એકદમ ઠીક હતી. આ વાત હજી થોડાક દિવસ પહેલાંની જ હતી.

આ પણ વાંચો : વીતેલા જમાનાની બે પીઢ અભિનેત્રી વચ્ચે લિવ ઈન રિલેશનશિપ મુદ્દે ગરમાગરમી

એટલું જ નહીં રૂબિનાએ એવું પણ જણાવ્યું હતું કે જોડિયા દીકરીના જન્મ બાદ તેની યાદશક્તિ ખૂબ જ ઘટી ગઈ છે અને તે એક દિકરીની દૂધ પીવડાવ્યા બાદ ભૂલી જાય છે કે તેણે કોને સ્તનપાન કરાવ્યું છે.

એક્ટ્રેસે જણાવ્યું હતું કે માતાનું મગજ એકદમ ખાલી થઈ જાય છે. તમને કંઈક યાદ નથી રહેતું. આ હકીકત છે. મારી સાથે ઘણી વખત આવું બન્યું છે. શરૂઆતમાં અનેક વખત મારી સાથે એવું બનતું હતું કે મેં કોને ફીડ કરાવ્યું છે એ મને યાદ નહોતું રહેતું. એવા સમયે હું એક ડાયરી લખતી હતી કે મેં 2.45ના ઈધાને ફીડ કરાવ્યું હતું અને 3.30ના જીવાને. હું આ લખતી હતી કારણ કે હું ભૂલી જતી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રૂબિના દિલૈક હાલમાં જ પંજાબી ફિલ્મ ચલ ભચ ચલિએમા જોવા મળી હતી અને આ ફિલ્મ પાંચમી એપ્રિલના જ રિલીઝ થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button