Abhishesk-Aishwaryaના ડિવોર્સની અફવા વચ્ચે બંને જણ સાથે જોવા મળ્યા, યુઝર્સે કહ્યું હમ સાથ સાથ હૈ…
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોમાં પડેલાં ભંગાણના સમાચાર વચ્ચે પહેલાં ઐશ્વર્યાએ સસરા અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર પોસ્ટ કરીને શુભેચ્છા આપી હતી. દરમિયાન જ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વાઈરલ વીડિયોમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યા સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદ નેટિઝન્સ વધારે કનફ્યુઝ થઈ ગયા છે. આવો જોઈએ શું છે આખો માંઝરો…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા અને અભિષેક બંને જણ એક જેવા આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બંનેએ પીળા બેઝ સાથે મલ્ટિ કલરનું જેકેટ પહેર્યું છે, જ્યારે આરાધ્યા જાંબુળી રંગના ફ્લોરલ ફ્રોકમાં જોવા મળી રહી છે. જોઈને જ ખ્યાલ આવે છે કે આ વીડિયો જૂનો છે. આ વીડિયોમાં ત્રણેય જણ ફેન્સથી ઘેરાઈ ગયા છે અને ફેન્સ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.
એવો દાવો કરાઈ રહ્યો છે કે આ વીડિયો પેરિસનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐશ્વર્યા રાય અને આરાધ્યા પેરિસ ફેશન વીકમાં એક સાથે જોવા મળ્યા હતા અને આ સમયે અભિષેક બચ્ચન તેમની સાથે જોવા મળ્યા નહોતા. જેને કારણે આ વીડિયો નવો નહીં પણ જૂનો છે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ વીડિયો જૂનો છે, જ્યારે અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા ત્રણેય જણ પેરિસમાં વેકેશન મનાવવામાં પહોંચ્યા હતા.
બંનેને એક સાથે જોઈને અભિ-એશને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે અને ફેન્સ એ જાણવા માટે ઉત્સુક માંગે છે કે બંને વચ્ચે ચાલી શું રહ્યું છે, બંને જણ આ વેકેશન પર ક્યારે ગયા હતા? કેટલાક લોકો અભિ ઐશના લુકને જોઈને એવું કહી રહ્યા છે કે આ વીડિયો અત્યારનો છે. વીડિયો પણ એક ચાહકે કમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે આખરે બંને જણ સાથે જોવા મળ્યા ખરા. બીજા એક યુઝરે લખ્યું હતું કે તેમની વચ્ચે કંઈ ક્યારેય કંઈ થયું જ નહોતું. અન્ય એક યુઝરે જણાવ્યું હતું કે આખરે એશ અને અભિષેકે અફવાઓનો અંત લાવી દીધો છે.
હવે આ વાઈરલ વીડિયો પાછળનું સત્ય તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન જ જણાવી શકે, આપણે તો ખાલી અટકળો જ લગાવી શકીએ, ભાઈસાબ…