અભિષેક બચ્ચને કેમ કહ્યું મા-બાપ ક્યારેય સંતાનોના મિત્ર નથી બની શકતા, ઐશ્વર્યા છે કારણ?

બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એટલે બચ્ચન પરિવાર. પરંતુ આ બચ્ચન પરિવાર જ છેલ્લાં કેટલાક સમયથી ફેમિલી ડિસ્પ્યુટ્સને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે પડેલાં ભંગાણને કારણે બંને જણ અવારનવાર ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે જ અભિષેક બચ્ચને આપેલું એક સ્ટેટમેન્ટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે જેમાં તે એવું કહેતો સાંભળવા મળે છે કે માતા-પિતા ક્યારેય સંતાનોના મિત્ર નથી બની શકતા… ચાલો જોઈએ આખરે અભિષેક આવું કેમ કહ્યું અને તેના મૂળમાં પત્ની ઐશ્વર્યા તો નથી જવાબદાર ને?
વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી 14મી માર્ચના ઓટીટી પર રીલિઝ થવા જઈ રહી છે અને જુનિયર બચ્ચન હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન જ જુનિયર બચ્ચને માતા-પિતા અને સંતાનોના સંબંધો પર પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે માતા-પિતા ક્યારેય સંતાનોના મિત્રો નથી બની શકતા.
Also read : નોરા ફતેહીના ડાન્સ મૂવ્ઝ જોઈને બિગ બીએ આપ્યું એવું રિએક્શન, લોકોને યાદ આવ્યા જયા બચ્ચન
અભિષેકે આગળ એવું પણ જણાવ્યું હતું કે વાત-ચીત દરમિયાન આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે એક પિતા કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. મને લાગે છે પુરુષ પોતાની લાગણીઓને વ્યક્ત નથી કરી શકતા અને આ તેમનો સૌથી મોટો ડ્રો-બેક હોય છે. આપણને લાગે છે કે આપણે ચૂપ-ચાપ આપણી જવાબદારીઓ નિભાવવાની છે અને આગળ વધી જવાનું છે.
મને નથી લાગતું કે એક પિતા ક્યારે માતાની કે એક માતા ક્યારેય પિતાની જગ્યા લઈ શકે છે. આ ફિલ્મના માધ્યમથી અમે એ જ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પિતા મા જેટલું નથી કરી શકતા પણ પોતાનું બેસ્ટ આપવાનો પૂરતો પ્રયાસ કરે છે. આ જ ઈન્ટરવ્યુમાં જુનિયર બચ્ચને કહ્યું હતું કે માતા-પિતા પોતાના બાળકો સાથે મિત્રો જેવો વ્યવહાર કરે છે, પણ તેઓ ક્યારેય તેમના મિત્ર નથી બની શકતા. તમે એમના માતા-પિતા છો અને તમારું કામ છે એમને ગાઈડ કરવા. સંતાનો સાથે ફ્રેન્ડલી વર્તન જોઈને સંતાનો તમારી સાથે કંઈ પણ શેર કરતાં ખચકાશે નહીં. મિત્રો અને મા-બાપ વચ્ચેનું અંતર સમજવું ખૂબ જ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ બી હેપ્પીને લિઝેલ રેમો ડિસુઝા અને રેમો ડિસુઝાએ ડિરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં અભિષેક સિવાય નોરા ફતેહી, નાસ્સર, ઈનાયત વર્મા, જોની લિવર અને હરલીન સેઠ્ઠી જેવા કલાકારો પણ છે.