Aishwarya સાથે Divorceની અફવા વચ્ચે Abhishek Bachchanએ કહ્યું એણે મારી જિંદગી બરબાદ કરી…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સની અફવાઓને કારણે લાઈમલાઈટમાં છે. પરંતુ આ બધા વચ્ચે અભિષેક બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પોતાની જિંદગી કોણે બરબાદ કરી એ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આવો જોઈએ કોણ છે એ વ્યક્તિ કે જેણે અભિષેકની જિંદગી બરબાદ કરી છે-વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચને સિમી ગરેવાલના શો પર પોતાની લાઈફ અને એક્ટિંગ કરિયર વિશે વાત કરી હતી. 2000માં રેફ્યુજી ફિલ્મથી અભિષેક એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું અને એમાં કરિના કપૂર તેની સામે મુખ્ય ભૂમિકામાં હતી. આ જ ફિલ્મમાં કરિના અને અભિષેક વચ્ચે એક રોમેન્ટિક સીન પણ છે અને આ સીન શૂટ કરવું તેના માટે અઘરું હતું, કારણ કે કરિના અભિષેક બચ્ચનને ભાઈ માનતી હતી.
સિમી ગરેવાલના શોમાં અભિષેક બચ્ચને કરિના કપૂરના વખાણ તો કર્યા પરંતુ આગળ તેણે એવું પણ કહ્યું હતું કે એ સીનમાં મને અને મારી જિંદગી બરબાદ કરવા માટે હું તને ક્યારેય માફ નહીં કરું, કારણ કે મને યાદ છે કે તેં મને પહેલી વાત કહી હતી કે એબી આ આપણો પહેલો એક સાથે રોમેન્ટિક સીન છે અને હું તને કઈ રીતે પ્રેમ કરી શકું છું, તું મારા ભાઈ જેવો છે.
આ પણ વાંચો : Aishwarya વિશે પૂછાયો સવાલ, Abhishek Bachchanએ કહ્યું ભાઈ મરાવશો કે શું….
અત્રે ઉલ્લેખનીય છે કે કરિના અને અભિષેક વચ્ચે એક સારો સંબંધ હતો કારણ કે કરિનાની બહેન કરિશ્મા કપૂર અને અભિષેકની સગાઈ થઈ હતી. જોકે બાદમાં સગાઈ તૂટી જતાં કરિના અને અભિષેકના સંબંધોના સમીકરણો પણ ઝડપથી બદલાઈ ગયા હતા. કરિનાએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં હંમેશાથી જ કહ્યું છે કે અભિષેક એ પહેલો અભિનેતા છે, જેની સાથે મેં મારો પહેલો શોટ આપ્યો હતો. તેના માટે મારા દિલમાં હંમેશા એક સ્પેશિયલ જગ્યા છે અને એ જહગ્યા કદાચ કોઈ અભિનેતા કે કોઈ બીજી વ્યક્તિ નહીં લઈ શકે. એ દુઃખદ છે અમારી વચ્ચે સંબંધો ખરાબ થઈ ગયા છે.
આગળ કરિનાએ એવું પણ કહ્યું હતું કે જો અભિષેક હવે મારી સાથે ક્યારેય કામ કરવાની ના પાડે તો હું સમજી શકું એમ છું કારણ કે હવે અમારી વચ્ચે કમ્ફર્ટ લેવલ પહેલાં જેવું નથી અને કદાચ આવું એમની સાઈડથી જ નહીં પણ મારી સાઈડથી પણ છે.