Abhishek & Aishwarya Spotted Together Amid Divorce Rumors
મનોરંજન

ડિવોર્સની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા, તેના માતા અને પુત્રી સાથે જોવા મળ્યો અભિષેક બચ્ચન!

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાયના (Aishwarya Rai) છૂટાછેડાની અફવાઓ ચર્ચાનો વિષય બનતી રહે છે. જો કે આ કપલ ઘણીવાર સાથે જોવા મળે છે. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં ઐશ્વર્યા રાય તેની માતા વૃંદા રાય સાથે પુત્રી આરાધ્યાના સ્કૂલ ફંક્શન માટે પહોંચી હતી અને તેની સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળ્યો હતો.

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન
આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને હાલમાં ત્યાં એન્યુઅલ ફંક્શન ચાલી રહ્યું છે. જેમાં ઘણા સ્ટાર્સના બાળકોએ પરફોર્મ કર્યું, જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આરાધ્યાની સ્કૂલના વાર્ષિક ફંક્શનના બીજા દિવસે ઐશ્વર્યા રાય તેની માતા વૃંદા રાય સાથે પહોંચી હતી અને તેની સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતો. સાસુ અને વહુ વચ્ચે ખૂબ જ સારો બોન્ડ જોવા મળ્યો. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયને આ રીતે એકસાથે જોઈને ચાહકો ખુશ થઈ ગયા અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અનેક સેલિબ્રિટી રહ્યા હાજર
તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંક્શનના પહેલા દિવસે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય જોવા મળ્યા હતા. તે જ સમયે, અમિતાભ બચ્ચન પણ સ્કૂલ ફંક્શનમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના ગીત ‘દીવાંગી’ પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. તેની સાથે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ કપલને એકસાથે જોઈને ફરી એકવાર છૂટાછેડાની અટકળોનું ખંડન થતું જણાય છે.

Back to top button