મનોરંજન

અભિષેક કઈ વાત પર વિકી કૌશલ કૌશલ પર વારી ગયો

વિકી કૌશલ પોતાના અભિનયનો એક્કો મનાવી ચૂકયો છે અને તે પાત્રને ઓતપ્રોત થવામાં કોઈ કસર છોડતો નથી. તમે તેને ઉરીમાં જૂઓ તો તે આર્મીનો ઓફિસર જ લાગે ને ઉધમસિંહ જૂઓ તો ઉધમસિંહ જ લાગે. હવે ફરી પાછો તે એક આવા જ જાનદાર પાત્ર સાથે આવી રહ્યો છે. જોકે તેની ફિલ્મની રિલીઝ પહેલા જ અભિનેતા અભિષેક બચ્ચનએ એક લાંબીલચક પૉસ્ટ લખી છે અને વિકીના મન ભરી વખાણ કર્યા છે.

વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સામ બહાદુર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. આને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. તાજેતરમાં જ તેના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સેલિબ્રિટીસ પણ ફિલ્મ જોયા બાદ પોતાના રિવ્યુ આપી રહ્યા હતા. અભિષેક બચ્ચનએ તેને અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ કરી દીધી છે અને ટ્વીટર પર લાંબી પૉસ્ટ લખી નાખી. તો વીકીના ભાઈ સન્નીએ પણ ફિલ્મ બહુ વખાણી.

આવતીકાલે વિકી અને રણબીર કપૂરની ફિલ્મો સેમ બહાદુર અને એનિમલ બોક્સ ઓફિસ પર ટકારાશે. આ બન્ને ફિલ્મો પાસેથી દર્શકોને ખૂબ જ આશા છે. રણબીરની ફિલ્મ એડવાન્સ બુકિંગમાં ઘણી આગળ નીકળી છે, પરંતુ મેઘના ગુલઝાર ખૂબ જ સારી નિર્દેશક છે અને સેમ બહાદુરમાં તેની અને વિકીની મહેનત રંગ લાવશે તો એનિમલને સારી ટક્કર આપી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button