Abhishek Aishwaryaના સંબંધો અને નવી કારની પ્લેટ નંબરનો કોઈ સંબંધ છે ખરો?
બોલીવૂડના સંબંધો સામાન્ય માણસોની સમજણની પાર હોય છે. તેમાં પણ આજકાલ એક સોશિયલ મીડિયા પોસ્ટ કે તેના પર કરેલી કૉમેન્ટથી પણ લોકો સંબંધોમાં શું ચાલી રહ્યું છે તેનો સાચો-ખોટો અંદાજો લગાવતા થઈ ગયા છે. હાલમાં જેમના સંબંધોના સમાચારો રોજ છપાય છે અને વંચાય છે તે બચ્ચન પરિવારના એકના એક દીકરા અભિષેક અને અભિનેત્રી ઐશ્વર્યા રાય છે.
અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે. આ કપલને એક પુત્રી આરાધ્યા છે જે ઘણીવાર તેની માતા એશ સાથે જોવા મળે છે. એવી અટકળો ચાલી રહી હતી કે કપલ એકબીજાને છૂટાછેડા આપવા માંગે છે. એક તો અંબાણી પરિવારમાં ઐશ્વર્યાનું પરિવારથી અલર દીકરી સાથે આવવું અને બીજું અભિષેકનું ઈન્સ્ટાગ્રામ પર ડિવોર્સની પોસ્ટને લાઈક કરવું. આ બન્નેએ બન્નેનાં સંબંધોમાં તિરાડોની અટકળોને લગભગ સાચી જ ઠેરવી દીધી છે.
તેવામાં અભિષેકે કરેલા એક કામને લીધે ફરી ચર્ચા જાગી છે. વાત એમ છે કે અભિએ નવી આલિશાન કાર લીધી છે. કાર ભલે તેણે પોતાની પસંદની લીધી હોય પણ તેની નંબરપ્લેટ તેણે પત્ની એશની પસંદની રાખી છે. બસ અભિએ એશ પ્રત્યે આ રીતે પ્રેમ દર્શાવ્યાના સમાચારો હવે વાયરલ થયા છે અને બન્ને વચ્ચે બધુ સમુસુતરું હોવાનું કહેવાઈ રહ્યું છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અભિષેકની નવી કારને લઈને એક પોસ્ટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે અભિષેકે તેની પત્ની ઐશ્વર્યા રાયને તેની નવી કારમાં તેની ફેવરિટ નંબર પ્લેટ મેળવીને સરપ્રાઈઝ આવી છે.
અભિષેક બચ્ચનની નવી કાર બ્લેક કલરની છે. તેના નંબરના છેલ્લા ચાર અંક 5050 છે જે ઐશ્વર્યાનો પ્રિય નંબર છે. અગાઉ અભિષેકની કારનો નંબર તેની અને ઐશ્વર્યાની સફેદ રંગની મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ હતી, જે તેમણે વેચી નાખી છે.
જ્યારે ઐશ્વર્યા રાય ગર્ભવતી હતી ત્યારે તેને 5050 નંબર પ્લેટવાળી કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આરાધ્યા બચ્ચનને જન્મ આપ્યા પછી પણ એશને એ જ નંબર પ્લેટ સાથે ઘરે લાવવામાં આવી હતી.
જોકે બીજી બાજુ એ હકીકત પણ છે કે અભિનો બર્થ ડે 5મી ફેબ્રુઆરીએ છે. આથી આ કાર નંબર તેને ધ્યાનમાં રાખી પણ લેવામાં આવ્યો હોય. આ સાથે નવી કારમાં અભિ ભાણેજ અગત્સ્ય નંદા અને તેની રૂર્મડ ગર્લફેન્ડ અને અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાને રાઈડ માટે લઈ ગયો હતો, પરંતુ તેમા એશ કે આરાધ્યા જોવા મળ્યા નથી. પરિવાર તો આ વિશે કંઈ બોલવાનો નથી એટલે આપણી પાસે તુક્કાબાજી કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.