આપણે જીવનમાં ક્યાંક અટવાયા છીએઃ આવું કેમ કહ્યું જૂનિયર બચ્ચને

Abhishek Bachchan હાલમાં તેની ફિલ્મ I want to talkના પ્રમોશનમાં બિઝી છે. હટકે ફિલ્મો માટે જાણીતા સૂજિત સરકારની ફિલ્મના પ્રમોશન સમયે જૂનયર બચ્ચને ઘણું કહ્યું છે વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર લૉંચ થઈ ગયું છે અને અભિષેક એકદમ અલગ લૂકમાં જોવા મળ્યો છે.
પીકુ’, પીંક જેવી હિટ ફિલ્મો આપનાર સૂજિત સરકારે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. તેના મ્યુઝિક લૉંચ સમયે અભિષેકે કહ્યું કે શૂજિત દા સાથે કામ કરવાની તક મળવી એ કોઈપણ અભિનેતા માટે નસીબની વાત છે. તમે ફિલ્મોમાં જે શારીરિક ફેરફારો જુઓ છો તે જ નહીં. પરંતુ સૂજિત સાથે કામ કરવાથી ઘણું શીખવા મળે છે, અમે આ ફિલ્મ ખૂબ જ ઈમાનદારી અને મેહનતથી બનાવી છે.
આ ફિલ્મમાં કામ કરવું ભાવનાત્મક રીતે પડકારજનક હતું કે કેમ તે અંગે તેણે કહ્યું કે હા અઘરું હતું. દરેક ફિલ્મ પડકારજનક હોય છે, પરંતુ અભિનેતા તરીકે તે કરવાની મજા આવે છે. ત્યારબાદ ફિલોસોફિકલ થતાં તેણે કહ્યું કે આપણે જીવનમાં ક્યાંક અટવાયેલા છે. તમે બધા મારી સાતે સહમત થશો. કોઈ નોકરીમાં તો કોઈ બીજા કોઈ કામમાં. જીવન જ તમને શિખવી જતો હોય છે કે તમારે શું કરવું અને શું ન કરવું.
આ ફિલ્મ માટે અભિએ વજન વધાર્યુ હોવાથી તેણે હળવા મૂડમાં કહ્યું હતું કે હવે બીજી કોઈ ફિલ્મમાં વજન વધારવાનું મને કહેશો નહીં. આ ઉંમરે ઘટાડવાનું બહુ અઘરું છે.
આ પણ વાંચો :‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ને કેમ મળી નોટિસ, સલમાન ખાનની ટીમે કરી સ્પષ્ટતા
પત્ની ઐશ્વર્યા સાથેના સંબંધોમાં આવેલી કડવાશની ખબરો વચ્ચે અભિ પોતાની ફિલ્મ પર ધ્યાન આપી રહ્યો છે. આ ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે.