Abhishek Bachchanએ માતા-પિતા માટે કહી એવી કે સાંભળીને Aishwarya Ra-Bachchan તો…
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)સાથેના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને પગલે બંને જણ ડિવોર્સ લેશે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પડેલાં ભંગાણ માટે લોકો સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)ને કારણભૂત ગણાવી રહ્યા છે ત્યારે અભિષેકે પોતાના માતા-પિતા જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને લઈને એવી વાત કહી છે કે જે સાંભળીને ઐશ્વર્યા રાય-બચ્ચન કદાચ વધારે નારાજ થઈ જશે. આવો જોઈએ એવું તે શું કહ્યું છે અભિષેક બચ્ચને-
અભિષેક શર્માએ તેના જ ગુરુ યુવરાજનો 17 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો!
એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું કે શું તે એક ધાર્મિક વ્યક્તિ છે? જેના જવાબમાં તેણે કહ્યું કે મને નથી ખબર કે હું અધ્યાત્મિક છું કે નહીં. મારું ભગવાન સાથે એક અલગ ઈક્વેશન છે, પણ ભગવાન પહેલાં હું મારા માતા-પિતા પાસે જાઉં છું. મારું માનવું એવું છે કે તેઓ પહેલાં હોવા જોઈએ જેના પર તમે ભરોસો કરી શકો છો. એ લોકો મારા માટે ભગવાન સમાન છે. હું આજે જે પણ કંઈ છું એ મારા પરિવારને કારણ છું. હું એક ફેમિલી ઓરિયેન્ટેડ માણસ છું, જે પણ હું કરું છું એ મારા પરિવાર માટે કરું છું.
અભિષેકનું આ રીતે પોતાના માતા-પિતાની ભગવાન સાથે તુલના કરવી એ તેના પારિવારિક મૂલ્યોને દર્શાવે છે. આ સિવાય અભિષેકને આ જ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે મુશ્કેલ સમયમાં માતા-પિતા પાસેથી મદદ માંગે છે તો એના જવાબમાં તેણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તમે એક પ્રેમાળ, સપોર્ટિવ, હેલ્ધી પરિવાર પાસે જાવ છો મને લાગે છે કે તમે ઠીક છો. મારા પરિવારની રાય જ મારા માટે સૌથી વધુ મહત્ત્વ રાખે છે.
ડિવોર્સ નથી થઇ રહ્યા, અભિષેક-ઐશ્વર્યા સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા…
દીકરી આરાધ્યા વિશે વાત કરતાં અભિષેકે જણાવ્યું હતું કે મને લાગે છે કે મારે ક્રિયેટિવિટી સિવાય મારી દીકરી માટે મારે કંઈ નક્કર છોડી જવાની દિશામાં કામ કરવું જોઈએ. આ જ કારણે હું એક્ટિંગ સિવાય પણ બે બીજા કામ કરું છું જેનાથી હું મારી દીકરી માટે કંઈક નક્કર છોડીને જઈ શકું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી જ ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. પરંતુ આ મામલે અભિષેક અને ઐશ્વર્યા બંનેએ ચૂપકિદી સેવવાનું પસંદ કર્યું છે. બંને જણ દીકરી આરાધ્યા માટે એક પરિવાર થઈને સાથે આવે છે, બાકી જાહેર કાર્યક્રમોમાં તો ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાથી અંતર રાખીને જ ચાલવાનું પસંદ કરે છે.