મનોરંજન

Aishwarya Rai-Bachchan સાથેના ડિવોર્સની અફવા વચ્ચે Abhishek એ કહ્યું, બસ, બહુ થયું હવે નહીં…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છેલ્લાં કેટલાય સમયથી બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર અભિષેકનું એક સ્ટેટમેન્ટ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એવું કહેતો સાંભળવા મળે છે કે બસ બહુ થયું હવે… આવો જોઈએ આખરે એવું તે શું થયું કે જુનિયર બચ્ચને એવું કહ્યું? ચાલો તમને જણાવીએ-

આ પણ વાંચો : અંબાણીઝને પણ ટક્કર મારે એવા છે આ બોલીવૂડ એક્ટ્રેસના ઠાઠ, સોનાના બ્રશથી તો…

વાત જાણે એમ છે ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે તો ચર્ચામાં છે જ પણ એની સાથે સાથે જ તે પ્રોફેશનલ લાઈફમાં ચર્ચામાં રહે છે. ટૂંક સમયમાં જ અભિષેક બચ્ચન ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકમાં જોવા મળશે. ફિલ્મ 22મી નવેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે.

ફિલ્મની સ્ટોરી એક દિવ્યાંગ વ્યક્તિની આસપાસ ફરે છે. ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતાં અભિષેક જણાવ્યું હતું કે મારું જે કેરેક્ટર છે તે મદદ માંગતા નથી અચકાતો. ના એ ક્યારેય કોઈ વસ્તુ પર ગિવ અપ કરે છે કે ના હોસ્પિટલ જવા માટે ડરે છે.

ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતાં જણાવતાં અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે ફિલ્મમાં અર્જુનને ઘણું સહન કરવાનો વારો આવ્યો. એક સમય બાદ તેના માટે પરિસ્થિતિ સામે હાર માની લેવાનું સહેલું હતું. પરંતુ તેમ છતાં તે બધી પરિસ્થિતિનો સામનો કરે છે. જે એને સ્પેશિયલ બનાવે છે. અભિષેકે જણાવ્યું હતું કે તેણે પોતાના કેરેક્ટર પાસેથી ઘણું બધું શિખી રહ્યો છે.

જે વ્યક્તિ જીવનમાં સતત મુશ્કેલીનો સામનો કરે છે એના માટે 31 વર્ષની ઉંમર પછી ગિવ અપ કરવા અને કહેવું કે બસ હવે બહુ થઈ ગયું, હવે નથી કરવું. આ કહેવું ખૂબ જ સરળ છે. પરંતુ ફિલ્મમાં અર્જુનનો જે રોલ છે તે સતત આગળ વધે છે અને આ જ વસ્તુ તેને ખાસ બનાવે છે.

આ પણ વાંચો : Election Day: બોલીવુડના જૈફ વયના કલાકારોએ મતદાન કરીને લોકો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

વાત કરીએ અભિષેક બચ્ચનની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. એવી ચર્ચામાં ચાલી રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ શકે છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ વિશે કંઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button