મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Abhishek Bachchan માટે નહીં, બોલીવૂડના આ એક્ટર માટે લખાઈ હતી I Want To Talk?

બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન શૂજિત સરકારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકમાં ક્યારેય ના જોયો હોય એવો અવતાર દેખાડવા માટે તૈયાર છે. જ્યારથી ફિલ્મમાં જુનિયર બચ્ચનનો લૂક વાઈરલ થયો છે ત્યારથી જ ફેન્સ અપકમિંગ ફિલ્મની રિલીઝને લઈને ઉત્સુકતા છે. આ ફિલ્મ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. પરંતું શું તમને ખબર છે કે આ ફિલ્મ માટે અભિષેક બચ્ચન પહેલી પસંદ નહોતો? આ ચોંકાવનારો ખુલાસો ખુદ શૂજિત સરકારે કર્યો છે. આઈ નો હવે તમને થશે કે તો પછી આખરે આ ફિલ્મ કોના માટે લખાઈ હતી? આ વિશે જણાવીએ-

આ પણ વાંચો : Bachchan Family ના આ સભ્યએ બનાવ્યો Aishwarya-Abhishek ની લાડલીનો જન્મદિવસ ખાસ…

નિર્દેશક શૂજિત સરકારે આ વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે દિવંગત અભિનેતા ઈરફાન ખાનને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ લખવામાં આવી હતી. પરંતુ આ સાથે જ ફિલ્મમાં અભિષેક બચ્ચન છે એ વાતને લઈને તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી. સાઈરલ બ્રોચાના પોડકાસ્ટમાં શૂજિત સરકારે આ વિશે વાત કરતી હતી.

શૂજિત સરકારે આ પોડકાસ્ટમાં ફિલ્મ અને અભિષેક બચ્નના કેરેક્ટરને લઈને ખૂબ જ ખુલીને વાત કરી હતી અને જણાવ્યું હતું અભિષેક બચ્ચનના અભિનયથી હું સંતુષ્ટ છું. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની અસાધારણ અભિનય ક્ષમતા માટે જાણીતા ઈરફાન ખાનનું ન્યુરોએન્ડોક્રાઈન કેન્સરથી 29મી એપ્રિલ, 2020માં નિધન થયું હતું.

ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકનું ટ્રેલર પણ ખૂબ જ ધમાકેદાર છે. અભિષેકે આ ફિલ્મ માટે જોરદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

ઓક્ટોબરમાં જ્યારે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારથી જ હલચલ મચી ગઈ હતી. પોસ્ટરની કેપ્શને પણ ફેન્સની ઉત્સુકતા વધારી દીધી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે બોલવા માટે તો ઘણું બધુ છે પણ એક તસવીર હજારો શબ્દ બોલે છે.

આ પણ વાંચો : આપણે જીવનમાં ક્યાંક અટવાયા છીએઃ આવું કેમ કહ્યું જૂનિયર બચ્ચને

જોઈએ હવે આઈ વોન્ટ ટુ ટોક ફિલ્મ અભિષેક બચ્ચનની એક્ટિંગની ગાડીને ફરી પાટે ચઢાવે છે કે નહીં. પર્સનલ લાઈફમાં તો અભિષેક બચ્ચન મુશ્કેલીમાં છે જ જોઈએ હવે પ્રોફેશનલ લાઈફમાં તેની નૈયા પાર લાગે છે કે નહીં?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button