આ શું હાલત થઈ ગઈ છે Abhishek Bachchanની? તમે પણ જોશો તો… | મુંબઈ સમાચાર
મનોરંજન

આ શું હાલત થઈ ગઈ છે Abhishek Bachchanની? તમે પણ જોશો તો…

બોલીવૂડની જુનિયર બચ્ચન તરીકે ઓળખાતા અભિષેક બચ્ચન Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં હેડિંગ વાંચીને તમને પણ ચિંતા થઈ ગઈ હશે ને કે આખરે એવું તે શું થયું જુનિયર બચ્ચન સાથે? ડોન્ટ વરી, તમે વધારે વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ તો ફિલ્મ કિંગના સેટ પરથી અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લૂક લીક થયો છે. ચાલો જોઈએ કેવો છે જુનિયર બચ્ચનનો લૂક-

બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન ફિલ્મ કિંગને કારણે ચર્ચામાં રહે છે. આ ફિલ્મની શૂટિંગ યુરોપના પોલેન્ડમાં થઈ રહી છે. છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ કિંગને લઈને સતત કંઈને કંઈ અપડેટ્સ સામે આવતા રહે છે. પહેલાં શાહરૂખ ખાનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો, જેમાં એક્ટરના વાળ સિલ્વર કલરના જોવા મળ્યો હતો અને તેના હાથ પર ટેટુ બનાવ્યું હતું.

આ પણ વાંચો: અભિષેક બચ્ચન પર રેસ્ટોરાંમાં બધાની વચ્ચે ગુસ્સે ભરાયા બિગ બી, કહ્યું તો પછી…

આ સિવ્યા અરશદ વર્મા અને ફિલ્મ મૂંજ્યા ફેમ અભય વર્માએ પોલેન્ડ જઈને ફોટો શેર કરીને હિંટ આપી હતી કે તેઓ ફિલ્મ કિંગનો હિસ્સો છે. એક્ટ્રેસ દીપિકા પદુકોણે પણ શનિવારે એક પોસ્ટ શેર કરી હતી. દિપીકાએ શાહરુખનો હાથ પકડીને ફોટો શેર કરીને હિંટ આપી હતી કે તે પણ દર્શકોને કિંગમાં જોવા મળશે. હવે આ ફિલ્મના મેન વિલનઅભિષેક બચ્ચન સાથે સંકળાયેલું એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે.

અભિષેક બચ્ચન પોલેન્ડમાં ફિલ્મ કિંગના શૂટિંગ સમયે પોતાની એક ફનને મળ્યો હતો અને તેની સાથેનો ફોલો ક્લિક કરાવ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટોમાં એક્ટરનો અનોખો લૂક જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં અભિષેક બચ્ચન હાફ શેવ શેર હેર સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે અને આ સાથે જ તેણે સોલ્ટ- પેપર લૂક બિયર્ડ પણ રાખી છે. આ પહેલી વખત છે કે અભિષેકનો ફિલ્મ કિંગના સેટ પરથી ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

આ પણ વાંચો: સલમાન સાથે અફેયર, અભિષેક બચ્ચન સાથે તૂટી સગાઈ અને બીજે લગ્ન બાદ ડિવોર્સ… આવી છે કપૂર ખાનદાનની દીકરીની લવલાઈફ…

શાહરુખ ખાને પોતાની અપકમિંગ ફિલ્મ કિંગની નાની મોટી ડિટેઈલ્સ સિક્રેટ રાખી છે. આવી સ્થિતિમાં અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લૂક વાઈરલ થવો ફેન્સ માટે એક મોટી અપડેટ સમાન છે. વાત કરીએ ફિલ્મ કિંગની તો આ ફિલ્મમાં રાણી મુખર્જી, જયદીપ અહલાવત, સૌરભ શુક્લા સહિતના સ્ટાર્સ જોવા મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button