Divorceના અહેવાલો વચ્ચે Engagement Ring દેખાડી Abhishek Bachchanએ કહ્યું આ ખૂબ જ દુઃખદ છે…

છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ડિવોર્સ લઈ રહ્યા હોવાની વાતો અને સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અભિષેકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના પોતાના સંબંધ અને ડિવોર્સ વિશે ખુલીને વાત કરતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ અભિષેક આ વીડિયોમાં પોતાની સગાઈની વીંટી પણ ફ્લોન્ટ કરીને પણ કમેન્ટ કરી હતી પોતાની મેરીડ લાઈફ વિશે. ચાલો જોઈએ શું કહ્યું અભિષેક બચ્ચને-
અભિષેક બચ્ચનનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે બધા જ કપલ વચ્ચે એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે એને લઈને અવઢવમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ અઠવાડિયામાં અભિષેકનો એક ડીપ ફેક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેણે તે અને ઐશ્વર્યા ડિવોર્સ લઈ રહ્યા હોવાની જાહેરાત કરતો જોવા મળે છે. આ સાથે જ આ વીડિયોમાં તે દીકરી આરાધ્યાનું નામ પણ લેતો જોવા મળી રહ્યો છે. જોકે બાદમાં ખબર પડી હતી કે આ એક ડીપ ફેક વીડિયો છે અને એમાં કોઈ જ સચ્ચાઈ નથી.
આ પણ વાંચો: તો શું ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા સાથે સંબંધ તોડ્યા બચ્ચન પરિવારે?
આ બધી રામાયણ મહાભારત વચ્ચે અભિષેકનો એક બીજો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે એવું કહેતો સાંભળવા મળી રહ્યો છે કે મારી પાસે હવે કહેવા માટે કંઈ જ બાકી રહ્યું નથી. આ બધી વાતો ઉડાવનાર તમે જ છો. આ ખરેખર ખૂબ જ દુઃખદ છે. પરંતુ હું સમજી શકું છું કે તમે લોકો આ બધું શા માટે કરી રહ્યા છો? તમારે લોકોએ દિવસમાં કેટલીક સ્ટોરી ફાઇલ કરવાની હોય છે. ઈટ્સ ઓકે. અમે લોકો સેલિબ્રિટી છીએ અને અમારે ભાગે ઘણું બધું સહન કરવાનું આવે છે. હું હજુ પરિણીત છું… એવું કહીને જુનિયર બચ્ચને પોતાની સગાઈની વીંટી ફલોન્ટ કરી હતી.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?
જોકે, આ વીડિયો હાલનો છે કે જૂનો છે એ કહેવું થોડું અઘરું છે, કારણ કે ગઈકાલે જ એક કંપનીના સીઇઓએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને લોકોએ એવો દાવો કરવાનું શરૂ કરી દીધું હતું કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પેરિસમાં વેકેશન માણી રહ્યા છે.
બાદમાં આ વીડિયો પણ જૂનો હોવાની માહિતી સામે આવી હતી. આ વીડિયો 2023નો હતો, પરંતુ લોકોએ એવું માની લીધું હતું કે અભિષેક અને ઐશ વચ્ચે બધું બરાબર છે અને તેઓ ડિવોર્સ નથી લઈ રહ્યા.
આવી પરિસ્થિતિમાં હાલમાં વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે પણ શંકા ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. હવે શું સાચું અને શું ખોટું એ તો ઐશ્વર્યા કે અભિષેક જ જણાવી શકે ભાઈસાબ….