નેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Abhishek Bachchan સાથેના Divorceના અહેવાલો પર આવ્યું Aishwaryaનું રિએક્શન, જાણો શું કર્યું?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેના વર્ક કમિટમેન્ટ અને પર્સનલ લાઈફ બંનેને કારણે ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં ઐશ્વર્યા અને આરાધ્યા સાથે દુનિયાભરમાં અલગ અલગ ઈવેન્ટ્સમાં જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ પણ જોરશોરથી સાંભળવા મળી રહી છે. જોકે, આ બધા વચ્ચે હવે લાંબા ઐશ્વર્યાએ ડિવોર્સ લેવા અંગે રિએક્શન આપ્યું છે. ઐશ્વર્યા હાલમાં જ પેરિસ ફેશન વીકમાં જોવા મળી હતી અને એ સમયે તેણે કંઈક એવું કર્યું હતું કે ફેન્સ તેને ડિવોર્સની રૂમર્સ સાથે કનેક્ટ કરીને જોઈ રહ્યા છે. આવો જોઈએ આખરે ઐશ્વર્યાએ શું કર્યું-

ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે પેરિસ ફેશન વીક સાથે જોવા મળી હતી. આ ઈવેન્ટમાંથી ઐશ્વર્યાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે લગ્નની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઐશ્વર્યાનું આ રીતે વેડિંગ ફ્લોન્ટ કરવું, હેપ્પી મોડમાં જોવા મળવું આ બધી વાતોને ફેન્સ ડિવોર્સની રૂમર્સ સાથે જોડી રહ્યા છે. એટલું જ નહીં ફેન્સ એવી અટકળો પણ લગાવી રહ્યા છે કે વેડિંગ રિંગ ફ્લોન્ટ કરીને ઐશ્વર્યા એવો મેસેજ આપવા માંગે છે કે તેની મેરિડ લાઈફમાં બધું ઠીક-ઠાક છે.
ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયના આઉટફિટ અને લૂકની સાથે સાથે સૌથી વધારે ચર્ચા તેની વેડિંગ રિંગની થઈ રહી છે. આ રિંગને લોકો અભિષેક અને ઐશ્વર્યાના પેચઅપનું ફર્સ્ટ સ્ટેપ માની રહ્યા છે. જોકે, ફેન્સ પણ ઐશ્વર્યાને પોતાના જૂના મિજાજમાં અને વેડિંગ રિંગ ફ્લોન્ટ કરતી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે.

ફેન્સ પણ ઈચ્છે છે કે ટૂંક સમયમાં જ બંને જણ ફરી એક સાથે જોવા મળશે. એક યુઝરે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ બચ્ચન પરિવારને એ યાદ દેવડાવવાનો પ્રયાસ છે કે તે હજી પણ બચ્ચન પરિવારની બહુ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે આ બધું ટૂંક સમયમાં જ સોલ્વ થઈ જશે અને ફરી બંને જણ સાથે જોવા મળશે.

ઐશ્વર્યા રાયની આ ખાસ વેડિંગ રિંગની ખાસિયત વિશે વાત કરીએ તો તેને વૈંકી રિંગ કે વડુંગિલા પણ કહેવાય છે. એક પરિણીત મહિલાના જીવનમાં આ વીંટીનો ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આ વીંટી તેની મેરિડ લાઈફ વિશે જણાવે છે. લગ્નના દિવસે નવવધુને તેના સાસરિયામાંથી કોઈ મહિલા સંબંધી આ વીંટી આપવામાં આવે છે. આ ઉપરાંત બંટ સમુદાયનું એવું છે કે આ વીંટી યુવાન નવવધુને કે પરિણિત મહિલાની રક્ષા કરીને તેને બૂરી નજરથી બચાવે છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…