મનોરંજન

જાહેરમાં જ જ્યારે Aishwarya Raiને અપમાનિત કરી Bachchan Familyના આ સભ્યે, વીડિયો જોઈ સમસમી જશો…

બોલીવૂડ એક્ટ્રેસ અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સના અહેવાલને કારણે ચર્ચામાં છે. બંનેના ડિવોર્સની અફવાઓ દિવસે દિવસે તેજ થઈ રહી છે, પણ બંનેમાંથી કોઈએ આ વિશે કંઈ પણ ખુલીને કહ્યું નથી. આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક બચ્ચન જાહેરમાં જ પત્ની ઐશ્વર્યા રાયને અપમાનિત કરતો જોવા મળી રહ્યો છે. વિશ્વાસ ના થતો હોય તો જોઈ લો આ વીડિયો…

ન્યુઝ ચેનલ્સ અને વેબ પોર્ટલ પર અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સની વાતો થઈ રહી હોય તેમ છતાં અભિષેક અને ઐશ્વર્યા બંને જણ પોતાની વેડિંગ રિંગ દેખાડીને તેમના વચ્ચે બધું ઠીક છે, એવું દર્શાવી રહ્યા છે. પરંતુ એક વાત તો સાચી છે જ કે બંને જણ સાથે દેખાવવાનું ટાળે છે. અભિષેક પેરિસ ઓલમ્પિકમાં એકલો દેખાયો હતો તો ઐશ્વર્યા પણ દુબઈના એવોર્ડ ફંક્શનમાં એકલી જ જોવા મળી હતી.

| Read More: પુત્રવધુ બનતા પહેલા જ Aishwaryaએ આ રીતે મદદ કરી હતી બચ્ચન પરિવારને

હવે કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેક પબ્લિકલી ઐશ્વર્યા સાથે એવું વર્તન કરતો જોવા મળી રહ્યો છે કે જે જોઈને કોઈ પણ સમસમી જાય. આ વીડિયો એક એવોર્ડ ફંક્શનનો છે. ઐશ્વર્યા સુંદર ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં એન્ટ્રી કરે છે અને આ સમયે અભિષેક પણ તેની સાથે હોય છે. પહેલાં તો ઐશ્વર્યા અને અભિષેક સાથે ફોટો ક્લિક કરાવે છે અને બાદમાં ઐશ્વર્યાને જોઈને પેપ્ઝને કહે છે કે પહેલાં આનો જ ફોટો લઈ લો… આટલું કહીને અભિષેક ત્યાંથી નીકળી જાય છે. આ જોઈને ઐશ્વર્યાનું મોઢું પડી જાય છે.

ત્યાર બાદ ઐશ્વર્યા અભિષેકને રોકવાનો પ્રયાસ કરે છે પણ અભિષેક રોકાતો નથી અને ઐશ્વર્યાને એકલી મૂકીને જતો રહે છે. ઐશ્વર્યા બધુ છોડીને અભિષેકની પાછળ દોડતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સના આ વીડિયો જોઈને હોંશ ઉડી ગયા છે.

| Read More: Amitabh Bachchanને સતાવી Aishwarya Rai-Bachchanની ચિંતા, કહ્યું કે તું…

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન છેલ્લાં કેટલાય મહિનાઓથી એકબીજાથી દૂર અલગ અલગ રહે છે અને સાથે દેખાવવાનું પણ ટાળે છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી પણ ડિવોર્સને લઈને કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી. દરમિયાન આ વીડિયો જોઈને નેટિઝન્સ એવું કહી રહ્યા છે ઐશ્વર્યા હંમેશા બચ્ચન પરિવારનું માન-સન્માન જાળવે છે, પણ બચ્ચન પરિવાર તરફથી આવું કંઈ ખાસ થતું જોવા મળતું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button