ફરી એક વાર ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચને કર્યું કંઈક એવું કે જોતાં રહી ગયા લોકો… વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી તેમની મેરિડ લાઈફને કારણે ચર્ચામાં છે. એટલું જ નહીં કેટલાક ઉત્સાહી લોકોએ તો બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો પણ છાપી દીધા, પરંતુ ફરી એક વખત એકબીજાનો હાથ પકડીને સામે આવીને અભિ-એશે લોકોના મોઢે તાળા લગાવી દીધા છે. દીકરી આરાધ્યા બચ્ચનના સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં અભિ-ઐશ આઈડિયલ કપની બનીને પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન એક સાથે ફંક્શનમાં એન્ટ્રી લેતાં જોવા મળી રહ્યા છે. આ સમયે તેમની ઐશ્વર્યાની માતા વૃંદા રાય અને બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ સાથે જોવા મળ્યા હતા. આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ફંક્શન પર આખો બચ્ચન પરિવાર ફરી એક વખત સાથે જોવા મળ્યો હતો.
ડિવોર્સ અને મેરિડ લાઈફમાં ચાલી રહેલી ખટપટને કારણે લાઈમલાઈટમાં રહેતા ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનનું આ રીતે સાથે દેખાવવું લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ સમયે અમિતાભ બચ્ચન એક શાનદાર બ્લેક સૂટ અને બ્લેઝરમાં જોવા મળ્યા હતા. જ્યારે અભિષેક બચ્ચન બ્લ્યુ કેઝ્યુઅલ કપડાં પહેર્યા હતા. વાત કરીએ ઐશ્વર્યાની તો ઐશ્વર્યા બ્લેક કલરના આઉટફિટ સાથે સુંદર બનારસી દુપટ્ટો સ્ટાઈલ કર્યો હતો.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં વેન્યુ પર ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન ચિટચેટ કરતાં અને સાથે વેન્યુ પર એન્ટર થતાં જોવા મળી રહ્યા છે. દરમિયાન અભિષેક સાસુમા વૃંદા રાયનું ધ્યાન પણ રાખતો જોવા મળ્યો હતો તો ઐશ્વર્યા પણ સસરા અમિતાભને ખૂબ જ વ્હાલથી બાય કરતી જોવા મળી હતી. નેટિઝન્સ આ વીડિયો પર જાત-જાતના રિએક્શન આપી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિષેક બચ્ચનને દીકરી આરાધ્યા પર ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની વાતોની શું અસર થાય છે, શું તેને આ વાતની જાણ છે એવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં અભિષેકે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે તેને આ વિશે ખબર છે. તે ખૂબ જ સમજદાર છે. આરાધ્યાની પ્રાયોરિટી અલગ છે અને તે 14 વર્ષની છે તેની પાસે પોતાનો ફોન પણ નથી એટલે તેણે તેના મિત્રો સાથે વાત કરવા માટે પણ મમ્મીનો ફોન વાપરવો પડે છે.
આ પણ વાંચો…મને ઈનસિક્યોરિટી નથી થતી, અભિષેક સાથે… ઐશ્વર્યા રાય-બચ્ચનનો વીડિયો વાઈરલ…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. જ્યારે અભિષેક બચ્ચને કાલીધર લાપત્તા, બી હેપ્પી અને હાઉસફૂલ-5 જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ઐશ્વર્યા અને અભિષેક 2000ના દાયકાની શરૂઆતમાં મળ્યા હતા. 2007માં બંનેના લગ્ન થયા અને 2011માં દીકરી આરાધ્યાનો જન્મ થયો. આરાધ્યા બચ્ચન ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં ભણે છે.



