Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ વચ્ચે યુઝર્સને સતાવી આરાધ્યાની ચિંતા…

હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સના અહેવાલો ચર્ચાઓ વચ્ચે યુઝર્સને અચાનક જ આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ની ચર્ચા સતાવી રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું કે અચાનક જ યુઝર્સને આરાધ્યાની ચિંતા સતાવવા લાગી…
વાત જાણે એમ છે કે હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અમેરિકાથી વેકેશન મનાવીને પાછી ફરી હતી અને એ સમયે તેની સાથે દીકરી આરાધ્યા પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આરાધ્યાને સતત આ રીતે મમ્મી ઐશ્વર્યા સાથે ટ્રાવેલ કરતી, ઈવેન્ટ્સ અટેન્ડ કરતી જોઈને યુઝર્સને આરાધ્યાની ચિંતા સતાવી રહી છે અને એટલે તેમણે પૂછ્યું હતું કે આ સ્કુલમાં જાય છે કે નહીં?
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યાનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તે સતત તેની સાથેને સાથે જ રહે છે. આરાધ્યા બચ્ચનને આ રીતે મમ્મી ઐશ્વર્યા સાથે જોઈને ફેન્સને એ વાતની કાળજી થઈ રહી છે કે આને કારણે તેનું એજ્યુકેશન કઈ રીતે ચાલી રહ્યું હશે.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanએ એ કહી જ દીધું, જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા…
વાત કરીએ મુંબઈ એરપોર્ટ પર ઐશ્વર્યા અને આરાધ્યાના એરપોર્ટ લૂકની તો બંને જણ હર હંમેશની જેમ એકદમ ક્લાસી અને કૂલ લાગી રહી હતી. એશ અને આરાધ્યાએ પેપ્ઝને પોઝ આપ્યા હતા પરંતુ ફેન્સને અભિષેકની કમી વર્તાઈ હતી. છેલ્લાં કેટલાય દિવસથી અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા સાથે નથી જોવા મળ્યા. દરમિયાન જ ઐશ્વર્યા અને અભિષેક છુટાછેટા લઈ રહ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે, પણ બંનેમાંથી કોઈએ ઓફિશિયલી આના વિશે કોઈ ટિપ્પણી નથી કરી.